HomeAllમોરબીની અજંતા કંપનીના નામે ઉઠેલી અફવાથી પોલીસ અને લોકો ધંધે લાગ્યા

મોરબીની અજંતા કંપનીના નામે ઉઠેલી અફવાથી પોલીસ અને લોકો ધંધે લાગ્યા

મોરબીમાં આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક જાણીતી કંપની તેના જુના કર્મચારીઓને ગ્રેચ્યુટીના પૈસા આપતાની હોવાની વાત પ્રસરતા તેના ફોર્મ ભરવા માટે જુના કર્મચારીઓ ઉમટી પડ્યા હતા. જો કે આ તમામ લોકોને ધરમનો ધક્કો થયો હોવાથી નિરાશ થયા હતા.

આ ઈ-પેપર પૂરું વાંચો, ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી ફ્રન્ટ પેજની ઇમેજ પર ક્લિક કરો. અથવા નીચે આપેલ ડાઉનલોડની લિંક પરથી pdf ડાઉલનલોડ કરો

DOWNLOAD E-PAPER HERE

પ્રાપ્ત વિગતો અનુસાર એક જાણીતી કંપની તેના જુના કર્મચારીઓને જેટલા વર્ષ કામ કર્યું હોય તેટલા વર્ષના એક વર્ષ લેખે રૂૂ.10 હજારની ગ્રેચ્યુટીની આપવાની છે. જેના ફોર્મ ત્રિકોણ બાગ ખાતે ઓફિસ ધરાવતા એક વકીલ ભરી આપવાના છે. તેવો મેસેજ વાયરલ થયો હતો. પરિણામે આજે ત્રિકોણ બાગ પાસે વકીલની ઓફિસ બહાર મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. જો કે આ વકીલની ઓફિસ બંધ હતી. ઉપરાંત બહાર બોર્ડ પણ માર્યું હતું કે ઓફિસ બે મહિના માટે બંધ છે. કોઈએ ફોર્મ ભરવા માટે પૂછતાછ કરવી નહીં.

આ ઘટનાને લઈને તે કંપની અને વકીલ સાથે સંપર્ક થઈ શક્યો નથી. એટલે તથ્ય શુ છે તે હજુ સામે આવ્યું નથી. પરંતુ પોતાના કામ પડતા મૂકી મોટી સંખ્યામાં સહાયનું ફોર્મ ભરવા આવેલા લોકોને આજે ધરમનો ધક્કો થયો હતો. આ કંપનીમાં મોટાભાગે મહિલાઓ કામ કરતી હતી. મહિલાઓ વકીલની ઓફિસ બાદ કંપની ખાતે પણ પોહચી હોવાની ચર્ચા છે.

અજંતા કંપની તેના જુના કર્મચારીઓને જેટલા વર્ષ કામ કર્યું હોય તેટલા વર્ષના એક વર્ષ લેખે રૂૂ.10 હજારની ગ્રેચ્યુટીની આપવાની છે. જો કે આ વકીલની ઓફિસ બંધ હતી. ઉપરાંત બહાર બોર્ડ પણ માર્યું હતું કે ઓફિસ બે મહિના માટે બંધ છે. કોઈએ ફોર્મ ભરવા માટે પૂછતાછ કરવી નહીં. બીજી તરફ અજંતાની ફેક્ટરીએ પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા મેનેજરે પોલીસ બોલાવી હતી.

અજંતાના મેનેજર ચંદ્રેશ દેસાઈએ જણાવ્યું કે આ એક અફવા છે અમે કંપનીના ગેટ ઉપર પણ આ અંગે જાણ કરતું પત્રક લગાવી દીધું છે. આ અફવા સામે મેનેજમેન્ટ સાથે વાતચીત કર્યા બાદ આગળના પગલાં અંગે નિર્ણય લેશું. ઉલ્લેખનીય છે કે પોતાના કામ પડતા મૂકી મોટી સંખ્યામાં લોકો ફોર્મ ભરવા આવેલા તેમને ધરમનો ધક્કો થયો હતો.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!