
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત લીલાપર ચોકડી પાસે ડીમોલીશન કરવામાં આવ્યું હતું જેમાં તંત્રએ દુકાનો, કાચા મકાન ઉપરાંત છાપરા અને ઓટલાના દબાણો હટાવવામાં આવ્યા હતા.

વન વિક વન રોડ ઝુંબેશ કાર્યક્રમ આગળ ધપાવતા મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે લીલાપર ચોકડીએ ડીમોલીશન કરવામાં આવ્યું હતું મ્યુનીસીપલ કમિશ્નર પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ બે સપ્તાહ પૂર્વે લીલાપર ગામ સુધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને બાકી રહેલી કામગીરી આજે કરવામાં આવી રહી છે દબાણોને કારણે ટ્રાફિક સમસ્યાને ધ્યાને લેતા લીલાપર ગામ સુધીના ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા હતા આજે મહાપાલિકા ટીમે દુકાનો, કાચા મકાનો, ઓટલા અને છાપરા સહિતના દબાણો દુર કરી રોડ ખુલ્લો કર્યો હતો.

મોરબી ઉમિયાનગર સોસાયટીમાં ફાંસો ખાઇ યુવાનનો આપઘાત
મોરબીના શનાળા રોડ પર ઉમિયાનગર 02 સોસાયટીના રહેવાસી વિશ્વરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.25) નામના યુવાન ગત તા. 25 ના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે એ ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.





