
મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ સોસાયટીમાં હડકાયા કુતરાએ આતંક મચાવ્યો હતો અને સોસાયટીની શેરીમાંથી પસાર થતા મહિલા, બાળકો સહિતના કુલ મળીને આઠ જેટલા લોકોને બચકા ભરી લીધા હતા જેથી ે તે તમામને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.

નવલખી રોડ પર રામ ઔર શ્યામ સોસાયટીમાં ગઇકાલે સવારે કુતરાએ આતંક બચાવી દીધો હતો આ સોસાયટીની શેરીમાં સફાઈ કરતી મહિલા, સાઇકલથી રમતો બાળક સહિત કુલ મળીને આઠ જેટલા વ્યક્તિઓને હડકાયા કૂતરાએ બચકા ભરી લીધા હતા

જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી અને કુતરાએ સોસાયટીમાં મચાવેલ આતંકની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે ઉલેખનીય છે કે, આ સોસાયટીમાં સાતેક મહિના પહેલા આવી જ રીતે કુતરાએ આતંક મચાવ્યો હતો અને ઘણા લોકોને બચકા ભર્યા હતા. ગઇકાલે ફરી પાછી આ વિસ્તારમાં ઘટના બની છે જેથી રજડતા કૂતરાઓ સામે મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવા માટે તેવી માંગ ઉઠી રહી છે.





















