
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામમાં શ્રીમતિ આર. આર. પટેલ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાજકોટ દ્વારા એન.એસ.એસ. અંતર્ગત સાત દિવસીય ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર દરમિયાન બુધવાર તા. ૩૧ ડિસેમ્બર રાત્રે ૮ વાગ્યે ભારત જન વિજ્ઞાન જાથાનો અંધશ્રદ્ધા નિવારણ માટેનો લોકજાગૃતિ કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમમાં ચમત્કારિક લાગતાં અનેક વૈજ્ઞાનિક પ્રયોગોનું પ્રદર્શન કરીને તેનું સાચું વૈજ્ઞાનિક કારણ સમજાવવામાં આવશે. જાથાના જયંત પંડયા દ્વારા ધારદાર વકતવ્ય આપવામાં આવશે. ગ્રામજનો, શિબિરાર્થીઓ અને જાગૃત નાગરિકો માટે આ કાર્યક્રમ ઉપયોગી રહેશે. રાજયમાં પોતાના ગામમાં કાર્યક્રમ યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવો.















