
લાંબી રાહ જોયા બાદ એક્સિસ બેંક, એચડીએફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંક જેવાં મોટા ધિરાણકર્તાઓ હવે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) દ્વારા ક્રેડિટ પેમેન્ટની સુવિધા આપવા આગળ આવી રહ્યાં છે.

જો કે, બેંકો પહેલાથી જ તેમનાં ગ્રાહકોને યુપીઆઈ પર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન માટે રૂપે ક્રેડિટ કાર્ડ ઓફર કરી રહી છે. પરંતુ હવે તેઓ ’ક્રેડિટ લાઇન ઓન UPI’ની સુવિધા પણ શરૂ કરવા માટે તૈયાર છે.

આ કેસની જાણકારી ધરાવતાં લોકો દ્વારા એવું જાણવા મળ્યું છે કે એક્સિસ બેંક અને એચડીએફસી બેંક ફિનટેક સ્ટાર્ટઅપ્સના સહયોગથી આ ઉત્પાદનને લોન્ચ કરવા માટે તૈયાર છે.

તેમણે કહ્યું કે નાવી, સુપર મની અને સેલરી સે જેવાં સ્ટાર્ટઅપ્સ આ બેંકો સાથે મળીને આ પ્રોડક્ટ ઓફર કરશે. જો કે, એચડીએફસી બેંક, એક્સિસ બેંક અને કોટક મહિન્દ્રા બેંકે આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

આ મામલાથી પરિચિત લોકોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી વ્યાજ દર, તેમની પાસેથી કેવી રીતે ચાર્જ લેવામાં આવશે અને ગ્રાહકને વ્યાજ વિના કેટલો સમયગાળો મળશે તે અંગે સ્પષ્ટતા ન મળે ત્યાં સુધી મોટી બેંકો આ પ્રોડક્ટને લોન્ચ કરવા માંગતી ન હતી.

ખાનગી ક્ષેત્રના એક બેન્કરે કહ્યું કે આવા પ્લેટફોર્મ પર નાની લોનની વસૂલાત કરવી ખૂબ જ મુશ્કેલ બનશે.દિલ્હી સ્થિત પેમેન્ટ એપ્લિકેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘણી બેંકો નાની લોન આપીને નવા ગ્રાહકોને આકર્ષિત કરવાનાં માર્ગ તરીકે જોઈ રહી છે.

તેમણે કહ્યું કે આનાથી બેંકોને નવા ગ્રાહકો સુધી પહોંચવામાં અને સારા ગ્રાહકો મેળવવામાં મદદ મળશે જેઓ સમયસર આ લોનની ચુકવણી કરી શકે.UPI ક્રેડિટ લાઇન શું છે?ઘણી વખત તમારે મહત્વપૂર્ણ ચુકવણી કરવી પડે છે, પરંતુ બેંક ખાતામાં પૂરતાં પૈસા ન હોવાને કારણે, તમે આમ કરી શકતાં નથી.

યુપીઆઈ ક્રેડિટ લાઇન સુવિધા હેઠળ, કોઈપણ યુપીઆઈ વપરાશકર્તા બેંક ખાતામાં પૈસા ન હોવા છતાં યુપીઆઈ દ્વારા જરૂરી ચુકવણી કરી શકે છે.આ એક પ્રકારનું ઉધાર છે જે તમારે પછીથી ચૂકવવું પડશે. આના પર પણ રસ છે. એનપીસીઆઈએ સપ્ટેમ્બર 2023 માં આ ઉત્પાદન લોન્ચ કર્યું હતું. કર્ણાટક બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક, નવી અને પેટીએમ સાથે, યુપીઆઈ પર ક્રેડિટ લાઇન ઓફર કરનાર પ્રથમ બે ધિરાણકર્તા બન્યાં છે.

