
ફ્રી વાઇફાઇ શબ્દ સાંભળવામાં જેટલો સારો લાગે છે એટલો જ એ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આમ, તમે પણ ફ્રી વાઇફાઇનો ઉપયોગ કરો છો તો તમારે એલર્ટ થવાની જરૂર છે.

આજના આ સમયમાં મોટાભાગના લોકોના ઘરે વાઇફાઇ હોય છે. પબ્લિક પ્લેસ પર પણ તમને આ સુવિધા મળે છે. આમ, વાત કરવામાં આવે તો વાઇફાઇ આજના આ સમયમાં આપણી જરૂરિયાત બની ગઈ છે. વાઇફાઇથી વ્યક્તિના કામ ફટાફટ અને સરળ થાય છે. જો કે ઘણીવાર મોબાઇલ ડેટા પૂરો થઈ જાય ત્યારે અને નેટવર્કમાં ઇસ્યુ હોય ત્યારે આપણે સામાન્ય રીતે પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા હોઈએ છીએ. મોલ, રેલવે સ્ટેશન, એરપોર્ટ તેમજ કેફે જેવી અનેક જગ્યાઓ પર ફ્રી પબ્લિક વાઇફાઇ કનેક્ટ હોય છે.

જો કે મફતમાં મળતું આ ઇન્ટરનેટ તમને અનેકવાર મુશ્કેલીમાં મૂકી શકે છે. ઘણીવાર સાયબર એક્સપર્ટ્સ અને સરકારી એજન્સીઓ પણ સમય સમય પર ચેતવણી આપે છે કે પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરવાનું ટાળો. આ તમારા પર્સનલ ડેટા, બેન્ક એકાઉન્ટ અને પાસવર્ડને જોખમમાં મૂકી શકે છે.

પબ્લિક વાઇફાઇ કેમ ખતરનાક છે?
પબ્લિક વાઇફાઇ સામાન્ય રીતે સિક્યોર નથી. હેકર્સ સરળતાથી તમારા ફોન તેમજ લેપટોપની ઓનલાઇન એક્ટિવિટીને પકડી શકે છે. તમે લોગિન કરીને UPI ટ્રાન્જેક્શન કરો છો તેમજ નેટ બેન્કિંગ ખોલો છો તો હેકર્સ તમારા પાસવર્ડ, કાર્ડ ડિટેલ અને બાકીની ડિટેલ્સ સરળતાથી ચોરી શકે છે. ઘણા કેસમાં તો અનેક લોકો પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરીને ફસાયા પણ હોય છે.

આ 5 બાબતોનું ધ્યાન રાખો
ફ્રી વાઇફાઇ પર UPI, નેટ બેન્કિંગ, કાર્ડ પેમેન્ટ તેમજ ડિઝિટલ વોલેટનો ઉપયોગ કરવાથી બચો.

ફોનમાં ઓટો WIFI કનેક્શન સેટિંગ બંધ રાખો. આમ કરવાથી ડિવાઇસ જાતે જ નેટવર્કમાં જોડાઈ જાય છે.
તમે ફ્રી વાઇફાઇનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો ખાસ કરીને VPN ઓન કરીને જ ઇન્ટરનેટ યુઝ કરો. આમ કરવાથી ડેટા એન્ક્રિપ્ટ થઈ જાય છે. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે જરૂર પડે તો જ પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરો.

HTTP ની સાઇટ પર લોગિન કરવાથી બચો.
ફોન, બ્રાઉઝર અને એન્ટી વાયરસને અપડેટ રાખો. અપડેટ સુરક્ષા જોખમને ઓછું કરે છે.





