
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી એ ૬૫- મોરબી વિધાનસભા મતદાર વિભાગના શોભેશ્વર વિસ્તારમાં સિનિયર સિટીઝન અને PWD મતદારોને ફોર્મ ભરવા સમજૂતી આપવામાં આવી હતી. આ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટર દ્વારા સો ટકા કામગીરી પૂર્ણ કરનાર બી.એલ.ઓનું સન્માન કરાયુ


તાજેતરમાં મોરબી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમા કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારી સ્વપ્નિલu ઘરે દ્વારા દ્વારા મોરબી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણામાં ૧૦૦% કામગીરી પૂર્ણ કરનાર બીએલઓને સન્માન પત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.







