HomeAllમુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજના હેઠળ 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી

મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજના હેઠળ 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી

મોરબી : મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજના અંતર્ગત 31 ડિસેમ્બરનો દિવસ એક અનોખી અને અર્થસભર રીતે ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય તથા સાંસ્કૃતિક ગીતથી કરવામાં આવી હતી, જેમાં ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાને ઉજાગર કરવામાં આવી હતી.

આ ઈ-પેપર પૂરું વાંચો, ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી ફ્રન્ટ પેજની ઇમેજ પર ક્લિક કરો. અથવા નીચે આપેલ ડાઉનલોડની લિંક પરથી pdf ડાઉલનલોડ કરો

DOWNLOAD E-PAPER HERE

કાર્યક્રમ દરમિયાન રાણી લક્ષ્મીબાઈ, રાણી પદ્માવતી, કાશી, અર્જુન, ભગવાન પરશુરામ તથા ગૃહિણી જેવા વિવિધ પાત્રોનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પાત્રો દ્વારા જ્ઞાન સાથે ગમ્મત અને સંસ્કૃતિસભર સંદેશ આપતું આયોજન કરવામાં આવ્યું, જે ઉપસ્થિત સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

For More Detail of Destiny Fitness (Click on Ad)

આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે જયશ્રીબેન વાઘેલા, આરતીબેન રત્નાણી અને હેતલબેન જોષી ઉપસ્થિત રહ્યા હતા. સેન્ટર સ્ટાફ પૂનમબેન, ચાંદનીબેન, ભવ્યભાઈ તથા ભગિરથભાઈના સહયોગથી કાર્યક્રમનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 30થી 40 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેન્ટર મેનેજર કપિલભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.

હાલમાં સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે નર્સિંગની તાલીમ સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. ઉપરાંત, ભવિષ્યમાં નવા અને વિવિધ કોર્સિસ શરૂ થવાના હોવાથી ઇચ્છુક ઉમેદવારોને વહેલી તકે ઘનશ્યામ માર્કેટ, ત્રીજો માળ, વી-માર્ટ પાસે, રવાપર રોડ, મોરબી. સેન્ટરની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!