
જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો અને હંમેશા વિચારતા હોવ કે જો તમારો પ્લાન બદલાઈ જશે તો તમારી ટિકિટનું શું થશે? તો હવે રાહતનો શ્વાસ લો. કારણ કે, IRCTCની નવી ટિકિટ પોલિસી તમારી મુસાફરીને વધુ સરળ અને ફ્લેસીબલ બનાવશે.

રેલવેની નવી ટિકિટ પોલીસ હેઠળ હવે તમે તમારી કન્ફર્મ ટિકિટ રદ કરવાને બદલે સીધી નવી મુસાફરીની તારીખ પસંદ કરી શકો છો. આનો અર્થ એ છે કે, જો તમારી ટ્રિપની તારીખ બદલાય છે, તો તમારી ટિકિટ કેન્સલ કરવાની અને નુકસાન ઉઠાવવાની કોઈ જરૂર નથી. ફક્ત નવી તારીખ પસંદ કરો અને મુસાફરી કરો.

હવે ટિકિટ કેન્સલ કરાવવાની નહીં પડે જરૂરત

આ સમગ્ર સુવિધા IRCTCની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પર ઉપલબ્ધ હશે. મુસાફરો લોગ ઇન કરી શકે છે અને તેમની બુક કરેલી ટિકિટ ચકાસી શકે છે અને સીટની ઉપલબ્ધતાના આધારે નવી તારીખ અથવા ટ્રેન પસંદ કરી શકે છે. આ માટે ફક્ત ભાડામાં તફાવત (જો કોઈ હોય તો) ચૂકવવાનો રહેશે, કોઈ વધારાના શુલ્ક નહીં.

વર્તમાન સિસ્ટમ હેઠળ જો તમારી કન્ફર્મ ટિકિટ રદ કરવાનો ખર્ચ 25%થી 50% થાય છે, અને જો તમે ટ્રેન ચૂકી જાઓ છો, તો તમને રિફંડ મળતું નથી. જો કે, આ નવી સિસ્ટમમાં કેન્સિલેશનની જરૂરત નહી પડે, જેનાથી મુસાફરોના રૂપિયા અને સમય બન્નેની બચત થશે.

કોને થશે વધુ ફાયદો
આ સુવિધા ખાસ કરીને વારંવાર મુસાફરી કરનારા જેમ કે વિદ્યાર્થીઓ, ઓફિસ જનારાઓ અથવા શહેરો વચ્ચે વારંવાર મુસાફરી કરતા લોકો માટે ફાયદાકારક રહેશે. હવે, જો તેમની મુસાફરીનો પ્લાન અચાનક બદલાઈ જાય છે, તો તેઓ કોઈપણ તણાવ વિના તેમની ટિકિટ ફરીથી શેડ્યૂલ કરી શકે છે.

કયા દેશોમાં છે આવી સુવિધા?
દુનિયાના ઘણા દેશોમાં આવી સુવિધાઓ પહેલાથી જ અસ્તિત્વમાં છે. જાપાન, યુકે અને યુરોપમાં મુસાફરો ટિકિટને ફ્લેક્સીબલ તરીકે ઉપયોગ કરી શકે છે. હવે, ભારતીય રેલવે પણ આ દિશામાં આગળ વધી રહી છે, મુસાફરોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા પૂરી પાડી રહી છે.

ક્યારે ઉપલબ્ધ થશે આ સુવિધા?

હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર, આ સુવિધા આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થઈ શકે છે. આ ભારતીય રેલવેના આધુનિકીકરણ પ્રયાસોનો એક ભાગ છે.






















