
ઈવીમાં આપણે એવી બેટરીઓનો ઉપયોગ કરીએ છીએ જે રાસાયણીક પ્રતિક્રિયાઓ પર નિર્ભર રહે છે, પરંતુ હવે ઓસ્ટ્રેલિયાની મેલબોર્ન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવી `કવાન્ટમ બેટરી’ બેટરીનો પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે, જે રસાયણોના બદલે પ્રકાશ અને કવાન્ટમ મિકેનિકસના સિદ્ધાંતો પર કામ કરે છે.

ટેકનીક સામાન્ય ઉપયોગ સુધી આવશે તો ઈલેકટ્રીક કારો રસ્તા પર ચાલતા-ચાલતા કે પાર્કીંગમાં ઉભા-ઉભા લેસર કે ઈલેકટ્રોમેગ્નેટીક રેડીએશનથી ચાર્જ થઈ શકશે.

લેસરથી તરત `ઓવર-ધી-યર ચાર્જીંગઃ સંશોધકોએ એક માઈક્રો-કેવિટીનો ઉપયોગ કરીને ફોટોન (પ્રકાશના કણો)ને કેદ કરી લીધા. આ બેટરીને ચાર્જ કરવા માટે પ્લગ કે ગ્રિડની જરૂરત નહીં રહે.તેને લેસર બીમથી દૂરથી જ ઓવર-ધી-એર વાયરલેસ ચાર્જ કરી શકાશે.

જેટલો મોટો આકાર એટલું ઝડપી ચાર્જઃ પ્રારંભીક બેટરીઓમાં એક સમસ્યા હોય છે, બેટરી જેટલી મોટી હોય છે, તેને ચાર્જમાં એટલો જ વધુ સમય લાગે છે, પરંતુ કવાન્ટમમાં બેટરીમાં `સુપર એબ્ઝોર્શન’થી બેટરી જેટલી મોટી હશે, તે એટલી જ ઝડપથી ચાર્જ થશે.















