
મોરબી : નિરામય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોરબી શહેરમાં “પ્રોજેક્ટ સક્ષમ” અંતર્ગત વિનામૂલ્યે કૃત્રિમ હાથ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પનો હેતુ કોઈ અકસ્માત કે અન્ય કારણોસર હાથ ગુમાવનાર લોકોને સ્વાવલંબન તરફ આગળ વધારવાનો છે.

આ કેમ્પમાં હાથથી વંચિત લોકોને સંપૂર્ણપણે મફતમાં કૃત્રિમ હાથ આપવામાં આવશે. કેમ્પમાં 3-ડી પ્રિન્ટેડ ટેક્નોલોજીથી બનેલા હલકા અને ટકાઉ કૃત્રિમ હાથ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ વ્યક્તિગત માપ મુજબ કસ્ટમ-ફિટ ડિઝાઇન પણ કરવામાં આવશે.

નિરામય ચેરિટેબલ ટ્રસ્ટના આ પ્રયાસથી હાથ ગુમાવનાર લોકોને દૈનિક જીવનમાં સરળતા મળે અને તેઓ આત્મનિર્ભર બની શકે તેવો હેતુ રાખવામાં આવ્યો છે. કેમ્પમાં નોંધણી પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવામાં આવશે અને ઇચ્છુક લાભાર્થીઓને આજે જ નામ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.

આ કેમ્પ મોરબી શહેરમાં યોજાશે અને તેમાં તમામ ઉંમરના લાભાર્થીઓ લાભ લઈ શકશે. વધુ માહિતી અને નોંધણી માટે 9106070589 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.


















