
નવા વર્ષ ૨૦૨૬ના પ્રારંભે ૨, ૩ અને ૪ જાન્યુઆરીએ આકાશમાં કવોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષાનો અદ્દભુત નજારો જોવા મળશે. આ ઉલ્કાવર્ષા ૧૨ જાન્યુઆરી સુધી સ્વચ્છ આકાશમાં નિહાળી શકાશે. મધ્યરાત્રિથી વહેલી પરોઢ સુધીનો સમય ઉલ્કાવર્ષા જોવા માટે શ્રેષ્ઠ રહેશે, જેમાં પ્રતિ કલાક અંદાજે ૧૦૦ સુધી ઉલ્કાઓ દેખાઈ શકે છે.


જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડયાના જણાવ્યા મુજબ ઉત્તર ગોળાર્ધમાં નક્ષત્ર બૂટ્સની દિશામાં ચંદ્રની માત્ર ૧૧ ટકા રોશની વચ્ચે આ ઉલ્કાઓ સ્પષ્ટ રીતે નજરે પડશે. તેજસ્વી અને રંગબેરંગી અગનગોળા માટે જાણીતી આ ઉલ્કાવર્ષા નરી આંખે નિર્જન જગ્યાએથી સરળતાથી જોઈ શકાય છે.

રાજ્યભરમાં ખગોળીય રસ વિકસે તે હેતુથી વિજ્ઞાન જાથા દ્વારા વિવિધ શહેરો અને ગામોમાં મધ્યરાત્રિ–પરોઢે ઉલ્કાવર્ષા નિહાળવાના વિશેષ આયોજન ગોઠવવામાં આવ્યા છે. ખગોળરસિકો અને વિદ્યાર્થીઓને આ દુર્લભ અવકાશી નજારો માણવા જાથાએ અપીલ કરી છે.

રાજયમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મોબાઈલ : ૯૮૨૫૨ ૧૬૬૮૯ થા ૯૪૨૬૯ ૮૦૯૫૫ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.












