HomeAllઓઇલ-ગડર કે આગે જીત (નહિ) હૈ : હોર્મુઝ ઓળંગવા કંપનીઓને ટ્રમ્પની શીખહ્યો...

ઓઇલ-ગડર કે આગે જીત (નહિ) હૈ : હોર્મુઝ ઓળંગવા કંપનીઓને ટ્રમ્પની શીખહ્યો છે, સિલિન્ડરનું પેનિક બુકિંગ ના કરોઃ કેન્દ્ર

અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં મોટી તબાહી સર્જાઈ છે. હુમલા બાદ ઈરાન પડોશી દેશો પર પણ હુમલાઓ કરી રહ્યું છે. એટલું જ નહીં તેણે વિશ્વ માટે અતિમહત્ત્વના વેપારી માર્ગ હોર્મુઝ જળમાર્ગના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેના કારણે અનેક દેશોનો વેપાર અટકી ગયો છે. યુદ્ધ શરૂૂ થયા બાદ ઈરાન હોર્મુઝમાંથી પસાર થનારા જહાજો પર હુમલાઓ કરી રહ્યું છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હોર્મુઝ જળમાર્ગને લઈ મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે તેલ કંપનીઓને સપાહ આપી છે કે, ‘ડર્યા વગર હોર્મઝ જળમાર્ગનો ઉપયોગ કરો.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘ઈરાન વિરુદ્ધ અમેરિકાનું સૈન્ય અભિયાન ચાલુ રહેશે અને જરૂૂર પડશે તો તેનાથી પણ મોટી કાર્યવાહી કરવામાં આવશે.

મીડિયા સાથે વાત કરતી વખતે ટ્રમ્પે દાવો કર્યો છે કે, હુમલામાં ઈરાની સેનાને મોટું નુકસાન થયું છે. ઈરાને પોતાનું નૌકાદળ ખોઈ દીધું છે, પોતાની એરફોર્સ પણ ગુમાવી દીધી છે અને તેના મોટા નેતાઓના મોત થઈ ગયા છે. અમે ઈચ્છીએ તો તેનાથી પણ મોટી કાર્યવાહી કરી શકીએ છીએ.’ જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, અમેરિકાએ સૈન્ય અભિયાન સમાપ્ત કરવા માટે વધુ શું કરવાની જરૂૂર છે? તો તેમણે કહ્યું કે, ‘અમે તેવું જ કરતા રહીશું, જે અમે હાલ કરી રહ્યા છીએ અને જોઈશું કે તેનું પરિણામ શું આવે છે.’

ટ્રમ્પે વિશ્વના અનેક દેશો માટે અતિ મહત્ત્વનો માર્ગ હોર્મુઝ જળમાર્ગ અંગે પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તેલ કંપનીઓએ ડર્યા વગર આ જળમાર્ગનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે તેનાથી ગભરાવવાની જરૂૂર નથી.’ તેમણે એવું પણ કહ્યું કે, ‘ઈરાનનું સમર્થન કરનારા જૂથો દ્વારા અમેરિકન જમીન પર હુમલા થવાની આશંકાની મને વધુ ચિંતા નથી. અમેરિકન સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ સતર્ક છે અને કોઈપણ પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે.’ આ દરમિયાન ટ્રમ્પને તહેરાનની મિનાબ શાળામાં હુમલા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, તો તેમણે કહ્યું કે, ‘મારી પાસે તે વિશે કોઈ માહિતી નથી.’

ઈરાન યુદ્ધ વચ્ચે વિશ્વભરમાં ક્રૂડ ઓઇલ અને ગેસની અછત સર્જાઈ છે, ત્યારે ઓઇલ અને નેચરલ ગેસ મંત્રાલયે દેશની ઊર્જા સુરક્ષા અને ઘરેલુ ગેસ પુરવઠાની સ્થિતિ પર મહત્ત્વની માહિતી આપી છે. મંત્રાલયે લોકોને પેનિક બુકિંગ નહીં કરવાની અપીલ કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, ઓઇલ-ગેસનો 70% પુરવઠો, હોર્મુઝ સ્ટ્રેટ સિવાયના, બીજા એક રૂટથી ભારત પહોંચી ગયો છે. ક્રૂડ અને ગેસના તમામ કાર્ગો ભારત તરફ સુરક્ષિત રીતે પહોંચી રહ્યા છે.

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં કાચા તેલ અને એલપીજીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અછતની અફવાઓને મંત્રાલયે નકારી કાઢી છે. સરકારના જણાવ્યા અનુસાર, દેશની ઊર્જા સુરક્ષા મજબૂત છે અને નાગરિકોએ ગભરાઈને વધારાનું બુકિંગ કરવાની કોઈ જરૂર નથી.
‘સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે’

મંત્રાલયે માહિતી આપી છે કે સ્થાનિક રિફાઇનરીઓમાં ઉત્પાદન પ્રક્રિયા સામાન્ય રીતે ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ હોવા છતાં, ભારતે વિવિધ સ્ત્રોતો દ્વારા તેલનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે. સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે જેથી ઈંધણના વિતરણમાં કોઈ અવરોધ ન આવે.

‘બજારમાં પુરવઠાની કોઈ કમી નથી, સંગ્રહખોરી ન કરવી’

રસોઈ ગેસના સંદર્ભમાં સરકારે ખાતરી આપી છે કે એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે. વિતરણ નેટવર્ક સક્રિય છે અને ગ્રાહકોને તેમના નિયમિત સમયપત્રક મુજબ સિલિન્ડર મળતા રહેશે. બજારમાં પુરવઠાની કોઈ કમી નથી, તેથી લોકોએ સંગ્રહખોરી ન કરવી જોઈએ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!