HomeAllOpenAI બનાવી રહ્યું છે ChatGPT-પેન?, જાણો વિગત...

OpenAI બનાવી રહ્યું છે ChatGPT-પેન?, જાણો વિગત…

OpenAI હાલમાં ChatGPT-પેન બનાવી રહ્યું હોય એવી ચર્ચા છે. છેલ્લાં ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી કે OpenAI દ્વારા હાર્ડવેર ડિવાઇઝ બનાવવામાં આવી રહી છે. આ ડિવાઇઝ ચેટજીપીટી દ્વારા ચાલતી પેન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એને ઇન્ટરનલનામ ‘ગમડ્રોપ’ આપવામાં આવ્યું છે. OpenAI દ્વારા હજી સુધી આ વિશે કોઈ કમેન્ટ કવરામાં નથી આવી, પરંતુ ટેકમાં રસ ધરાવતાં લોકોને ચેટજીપીટી-પેનને લઈને વધુ કૂતુહલ દેખાઈ રહ્યું છે.

આ ઈ-પેપર પૂરું વાંચો, ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી ફ્રન્ટ પેજની ઇમેજ પર ક્લિક કરો. અથવા નીચે આપેલ ડાઉનલોડની લિંક પરથી pdf ડાઉલનલોડ કરો

DOWNLOAD E-PAPER HERE

ચેટજીપીટી-પેનમાં શું હોઈ શકે છે ફીચર્સ?

OpenAI દ્વારા જે પેન બનાવવામાં આવી રહી હોવાની ચર્ચા છે એમાં ચેટજીપીટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પેનમાં નોટ્સ લેવાની સાથે એનું રિયલ-ટ્રાઇમ ટ્રાન્સક્રિપ્શન કરવાની પણ ક્ષમતા છે. એમાં વોઇસ આસિસ્ટન્ટનો સમાવેશ કરવામાં આવશે જે તરત નોટ્સ લેશે. આ ડિવાઇઝ એક પોર્ટેબલ ઓડિયો ડિવાઇઝ તરીકે પણ કામ કરશે. એટલે કે વોઇસ આસિસ્ટ્નટ યુઝર્સ સાથે પેન દ્વારા વાતચીત કરશે.

ચેટજીપીટી કરશે ઓર્ગેનાઇઝ

યુઝર દ્વારા જે નોટ્સ લેવામાં આવી હોય કે જે રેકોર્ડ કરવામાં આવ્યું હોય કે જે વાતચીત કરવામાં આવી હોય કે પછી યુઝર દ્વારા કંઈ પોતે કેમ લખવામાં ન આવ્યું હોય એ દરેક બાબતને ચેટજીપીટી પ્રોસેસ કરશે અને ઓર્ગેનાઇઝ કરશે. આ ફીચર ખાસ કરીને સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર્સ માટે ખૂબ જ મદદરૂપ બનશે જેમણે લેક્ચર દરમ્યાન મહત્ત્વની બાબતોને કેપ્ચર કરવાની જરૂર પડે છે. ઓફિસમાં મીટિગ્સ દરમ્યાન પણ આ પેન કામ આવી શકે છે. આ માટે લેપટોપ અથવા તો મોબાઇલ ઓપન કરી કેમેરા અથવા તો વોઇસ રેકોર્ડિંગ શરૂ કરવામાં જે સમય લાગે છે એની પણ પેનમાં જરૂર નહીં પડે. એ ઇન્સ્ટન્ટ કામ કરશે.

ક્યારે શરૂ કરવામાં આવશે પ્રોડક્શન?

આ પેનના પ્રોડક્શન માટે OpenAI પહેલાં લક્સશેર સાતે મળીને કામ કરવાની હતી એવી ચર્ચા હતી. જોકે પ્રોડક્શનનું લોકેશન કઈ જગ્યાએ શરૂ કરવું એ માટે બન્ને કંપનીઓ વચ્ચે મતભેદ થયો હતો. આથી ફોક્સકોન દ્વારા આ પેનનું પ્રોડક્શન કરવામાં આવશે. આઇફોન બનાવતી આ કંપની વિએતનામની તેમની ફેસિલિટીમાં આ પેનનું પ્રોડક્શન કરશે એવી ચર્ચા છે. જોકે આ પ્રોડક્શન પહેલાં અમેરિકામાં કરવામાં આવશે એવી પણ ચર્ચા હતી.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો

સોફ્ટવેરમાંથી હાર્ડવેર તરફ પ્રયાણ

OpenAI એક સોફ્ટવેર બનાવતી કંપની છે, પરંતુ હવે તે હાર્ડવેર તરફ પ્રયાણ કરી રહી છે. OpenAI દ્વારા કોઈ પણ પ્રકારની સ્ક્રીન વગર ડિવાઇઝ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. તેમણે આ માટે ઘણી ડિવાઇઝ તૈયાર કરી હતી, પરંતુ તેમના દ્વારા આખરે ચેટજીપીટી-પેનને પસંદ કરવામાં આવી હોવાની ચર્ચા છે. લખવા અને બોલવાની ટેક્નોલોજીમાં આ ચેટજીપીટી-પેન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જોકે આ પેન સાચે આવી રહી છે કે પછી ફક્ત અફવા છે એ કંપની જ જણાવી શકે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!