HomeAllપૃથ્વીની બાજુમાંથી આ મહિને પસાર થશે બે ધૂમકેતુ: જાણો ક્યારે અને કેવી...

પૃથ્વીની બાજુમાંથી આ મહિને પસાર થશે બે ધૂમકેતુ: જાણો ક્યારે અને કેવી રીતે જોશો…

પૃથ્વી પાસેથી આ મહિને બે ધૂમકેતુ પસાર થતાં જોવા મળશે. આ ધૂમકેતુઓના નામ C/2025 A6 Lemmon અને C/2025 R2 SWAN છે. આ બન્ને ધૂમકેતુમાંથી C/2025 A6 Lemmon સૌથી પહેલી વાર 2025ની 3 જાન્યુઆરીએ જોવા મળ્યો હતો. C/2025 R2 SWANને પહેલી વાર 2025ની 10 સપ્ટેમ્બરે જોવામાં આવ્યો હતો. આ બન્ને ધૂમકેતુઓ સૂર્યની આસપાસ લાંબા ગાળાની લંબગોળ ભ્રમણ કરે છે. એ બન્નેને હાલમાં દૂરબીન અથવા તો ટેલિસ્કોપથી જોઈ શકાશે.

ધૂમકેતુને કેવી રીતે શોધશો?

SWAN ધૂમકેતુને સૂર્યાસ્ત બાદ સાંજે તરત જોવામાં આવે તો જોઈ શકાશે. બીજી તરફ Lemmon ધૂમકેતુ સૂર્યોદય પહેલાં જ જોઈ શકાય છે. પૃથ્વીને ધ્યાનમાં રાખીને જોઈએ તો બન્ને ધૂમકેતુ સૂર્યની નજીક આવે છે અને એથી એ બન્નેને જોઈ શકાય છે. ફોટોમાં જોવામાં આવે તો બન્ને ધૂમકેતુ એક જેવા જોવા મળી રહ્યા છે. તેમની ફરતે લીલા પ્રકાશના વાદળ અને લાંબી પૂછડી જોવા મળી રહી છે. ધૂમકેતુને પૂંછડીયો તારો તરીકે પણ ઓળખવામાં આવે છે.

પૃથ્વીની નજીક ક્યારે આવશે ધૂમકેતુ?

SWAN ધૂમકેતુ પૃથ્વીની સૌથી નજીક 20 ઑક્ટોબરે જોવા મળશે. તે પૃથ્વીથી 38.6 મિલિયન કિલોમીટર દૂરથી પસાર થશે. બીજી તરફ Lemmon ધૂમકેતુ 21 ઑક્ટોબરે પૃથ્વીની સૌથી નજીકથી પસાર થશે. એ દરમ્યાન તેનું અંતર પૃથ્વીથી 88.5 મિલિયન કિલોમીટર દૂર હશે. અંતરિક્ષયાત્રીઓ આશા રાખી રહ્યા છે કે આ ધૂમકેતુ જ્યારે પૃથ્વીની સૌથી નજીકથી પસાર થશે ત્યારે તેમને મહત્ત્વની માહિતી મળશે. આ ધૂમકેતુ લાંબા ગાળાના છે. તેઓ 200 વર્ષથી વધુના સમયથી ઓરબિટમાં ભ્રમણ કરી રહ્યા છે. તેઓ સોલાર સિસ્ટમના કિનારે આવેલા ઓર્ટ વાદળમાંથી ઉત્પન્ન થયા છે.

ધૂમકેતુ આટલા નજીકથી પસાર થઈ રહ્યા છે એ કેમ મહત્ત્વનું છે?

SWAN અને Lemmon ધૂમકેતુઓ સોલાર સિસ્ટમની બહાર ફેંકાય એ પહેલાં તેઓ અબજો વર્ષ પહેલાં ગુરુ અને શનિ ગ્રહની આસપાસ રચાયા હોવાની શક્યતા છે. એને કારણે તેઓ એકદમ થીજી ગયા હોવાનું માનવામાં આવે છે. તેઓ જેમ જેમ સૂર્યની નજીક જઈ રહ્યા છે તેમ તેમ એમના પરનો બરફ પિગળી રહ્યો છે. સૂર્યમંડળની રચના બાદ ભાગ્યે જ જોવા મળેલા પદાર્થો આ બરફ પિગળવાથી જોવા મળી રહ્યા છે. Lemmon હાલમાં ઉત્તર ગોળાર્ધમાં જોવા મળી રહ્યો છે, પરંતુ તે નવેમ્બર અને ડિસેમ્બરમાં સૂર્યની પાછળ છુપાઈ જશે.

કેવી રીતે જોશો?

20 ઑક્ટોબરે વાતાવરણ અનુકૂળ હશે તો ઇટલીના મેન્સિયાનોમાં આવેલા વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટ દ્વારા બન્ને ધૂમકેતુનું લાઇવસ્ટ્રીમિંગ કરવામાં આવશે. અંતરિક્ષયાત્રીઓ અને વિજ્ઞાનીઓ લોકોને દૂરબીનનો ઉપયોગ કરવા અને ટેલિસ્કોપ દ્વારા એને અંધારું હોય એવા વિસ્તારમાંથી જોવાની સલાહ આપે છે. પ્રકાશવાળા વિસ્તારથી દૂર હશે ત્યારે આ ધૂમકેતુને જોઈ શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!