
પશ્ચિચમ એશિયામાં ઈરાન સાથે જોડાયેલા યુદ્ધના કારણે સર્જાયેલા વૈશ્વિક તણાવ વચ્ચે ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે દેશની સુરક્ષાને લઈને અત્યંત કડક સંદેશ આપ્યો છે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે વર્તમાન સુરક્ષા સ્થિતિને જોતા ભારતનો પડોશી દેશ કોઈપણ પ્રકારનું ‘દુસ્સાહસ’ કે ‘ખોટી હરકત’ કરી શકે છે, પરંતુ જો એવું થયું તો ભારતનો જવાબ અભૂતપૂર્વ અને નિર્ણાયક હશે.

રાજનાથ સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ‘દેશની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આપણા સશસ્ત્ર દળો કોઈપણ પડકારને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.’ આ નિવેદન માત્ર પડોશી દેશો માટે ચેતવણી નથી, પરંતુ એ સંકેત પણ છે કે ભારત હવે દરેક ખતરાનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે.

દેશવાસીઓને ભરોસો આપતા રાજનાથ સિંહે કહ્યું કે, ‘આપણે આપણા નાગરિકોની રક્ષા માટે દરેક જરૂરી પગલાં લેવા સક્ષમ પણ છીએ અને તૈયાર પણ છીએ.’ આ સાથે તેમણે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે લોકો આશ્વાસન આપતા કહ્યું કે, ‘ગભરાવાની જરૂર નથી. સ્થિતિ ગંભીર ચોક્કસ છે પરંતુ સરકાર દરેક હિલચાલ પર ઝીણવટભરી નજર રાખી રહી છે.

સરકાર કડક વલણ અપનાવવાની સાથે જ જનતાનો વિશ્વાસ પણ જાળવી રાખવા માંગે છે. જો કોઈ દુસ્સાહસ કરશે તો ભારત આ વખતે તેને છોડશે નહીં. સેના દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે અને કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક પગલાંને સહન કરવામાં આવશે નહીં.’













