HomeAllપાકિસ્તાનની જેમ ઈરાનને પણ મેડ ઈન ચાઈના એર ડિફેન્સ સિસ્ટમ મોંઘી પડી!

પાકિસ્તાનની જેમ ઈરાનને પણ મેડ ઈન ચાઈના એર ડિફેન્સ સિસ્ટમ મોંઘી પડી!

અમેરિકી – ઈઝરાયેલી જેટ્સને તોડવામાં સિસ્ટમ નિષ્ફળ રહેવાથી ઈરાને સર્વોચ્ચ નેતા ગુમાવવા પડયા

ચીનની એર ડિફેન્સ સિસ્ટમ પર પાકિસ્તાનની જેમ ઈરાનને પણ ભરોસો કરવો મોંઘો પડયો છે. ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનની મેડ ઈન ચીન ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દીધી હતી.


હવે ફરી એકવાર ચીનની એર ડિફેન્સ સિસ્ટમ ઈરાનને મોંઘી પડી છે. જેના કારણે તેના સર્વોચ્ચ નેતા ખામનેઈને ગુમાવવા પડયા છે. ઈરાન પાસે પણ એચકયુ સીરીઝની બે વેરિએન્ટ ડિફેન્સ સિસ્ટમ છે. જેની અનુમાનિત રેન્જ 250 કિલોમીટર છે પણ નવાઈની વાત છે કે ઈઝરાયેલી અને અમેરિકન જેટ્સ ફરી એકવાર તેના ઉદેશમાં સફળ થઈ ગયા.


ઈરાનનું એર ડિફેન્સ સિસ્ટમ એવું પ્રદર્શન ન કરી શકયું, જેવી અપેક્ષા હતી. ઈરાને પોતાની સુરક્ષાને અભેદ બનાવવા માટે મોટા ભરોસા સાથે ચીન પાસેથી એચકયુ-9 બી ડિફેન્જસ સિસ્ટમ ખરીદી હતી. પણ યુધ્ધના મેદાનમાં તે ફૂસ્સ થઈ ગઈ. જેથી ચીની હથિયારોની ગુણવત્તા અને તાકાત સામે સવાલો ઉઠયા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments