HomeAllપાલનપુરમાં બે કલાકમાં બે ઈંચ, ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ: ગુજરાતનાં 148 તાલુકા...

પાલનપુરમાં બે કલાકમાં બે ઈંચ, ઉમરપાડામાં સૌથી વધુ વરસાદ: ગુજરાતનાં 148 તાલુકા તરબોળ

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે 14 જૂન પવન-ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સુરત, ડાંગ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભરૂચ, વલસાડ, સહિતના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. આજે રવિવારે બપોરે 2 વાગ્યાથી રાત્રના 8 વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 3.39 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, રાજ્યમાં 148 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગે રાજ્યમાં આગામી આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.

સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 3.39 ઈંચ વરસાદ

હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં આજે રવિવારે 2 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 69 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડામાં 3.39 ઈંચ, ડાંગના આહવામાં 2.68 ઈંચ, અમરેલીના ખાંભા અને વલસાડના ઉમરગામમાં 2.56 ઈંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 2.17 ઈંચ, ડાંગના સુબીરમાં 1.73 ઈંચ, સુરતના કામરેજમાં 1.65 ઈંચ, ભાવનગરના વલ્લભીપુર અને સુરતના માંગરોળમાં 1.42 ઈંચ, જૂનાગઢના મેંદરડા, ભાવનગરના સિહોર અને ડાંગના વઘઈમાં 1.38-1.38 ઈંચ વરસાદ નોંધાયો છે. આમ રાજ્યના 19 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 50 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે. 

અમરેલીના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં આજે બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સાવરકુંડલાના બાઢડા, કરજાળા, નેસડી, ઓળીયા, ઝીંઝુડા, પીઠવડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમી રાહત થઈ.

છેલ્લા 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો, 148 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના ગોંડલમાં 3.9. ઈંચ, આણંદના ખંભાતમાં 3.1 ઈંચ, સુરેન્દ્રનગરના દસાડામાં 2.9 ઈંચ, રાજકોટમાં 2.5 ઈંચ, અમદાવાદના માંડલ અને ખેડાના નડિયાદમાં 2.4 ઈંચ, અમદાવાદના ધોળકા, ખેડાના વસો અને સુરેન્દ્રનગરના થાનગઢમાં 2.2-2.2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે 42 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!