HomeAllપેટ્રોલ - ડીઝલ વાહનો પર પ્રતિબંધ મુકી શકાય : ઈલેકટ્રીક વાહનો ઝડપથી...

પેટ્રોલ – ડીઝલ વાહનો પર પ્રતિબંધ મુકી શકાય : ઈલેકટ્રીક વાહનો ઝડપથી અપનાવવાની ખાસ જરૂર : સુપ્રિમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને સુચન કરવામાં આવ્યું

સુપ્રીમ કોર્ટે હાલની ઇલેક્ટ્રિક વાહન નીતિની સમીક્ષા કરવાની માંગ કરતી અરજીની સુનાવણી કરતાં કહ્યું હતું કે હવે મોટા ઇલેક્ટ્રિક વાહનો બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે, તેથી સમાન કદના પેટ્રોલ અને ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકી શકાય છે.

કોર્ટે સરકારને આ દિશામાં નક્કર નીતિ ઘડવા અને પ્રદૂષણને કાબૂમાં લેવા માટે અસરકારક પગલા ભરવાનું સૂચન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે ઈલેક્ટ્રિક વાહનોને ઝડપથી અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકતાં કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલથી ચાલતાં હાઈ એન્ડ લક્ઝરી વાહનોને તબક્કાવાર રસ્તાઓ પરથી દૂર કરવા જોઈએ.

જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્લ્યા બાગચીની બેન્ચે કહ્યું કે, લક્ઝરી ઇવી પરંપરાગત ઇંધણથી ચાલતાં લક્ઝરી વાહનો જેટલી જ અનુકૂળ છે.જો તેનો અમલ કરવામાં આવે તો શું અસર થશે?

►જો સરકાર ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલ વાહનો પર વધુ પ્રતિબંધો લાદશે તો જૂની પેટ્રોલ અને ડીઝલ કારની રિસેલ વેલ્યુમાં થોડો ઘટાડો થઈ શકે છે.

► કાર કંપનીઓ મોટા પાયે ઇલેક્ટ્રિક કાર બનાવશે. તેનાથી કારનાં ભાવમાં ઘટાડો થઈ શકે છે.► દિલ્હી, મુંબઈ, બેંગલુ જેવા શહેરોમાં ધુમાલો અને પ્રદૂષણની સમસ્યા અમુક હદ સુધી ઓછી થશે.

► જો ઈવીનો ટ્રેન્ડ વધશે તો લાંબા ગાળે પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટશે.

► પેટ્રોલ અને ડીઝલની માંગ ઘટશે, નિકાસ બિલ ઘટશે અને રૂપિયો મજબૂત થશે.ઇવી નીતિની ફરીથી સમીક્ષા કરવી જોઈએસુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સૂચન કર્યું હતું કે શરૂઆતમાં મોંઘી પેટ્રોલ અને ડીઝલ કાર પર પ્રતિબંધ મૂકવાથી સામાન્ય માણસ પર કોઈ અસર પડશે નહીં, કારણ કે દેશની વસ્તીનો એક નાનો વર્ગ જ આવા વાહનો ખરીદી શકે છે.

ન્યાયાધીશ સૂર્ય કાંત અને જયમાલ્યા બાગચીની ખંડપીઠે પણ સંકેત આપ્યો હતો કે ઇલેક્ટ્રિક વાહન નીતિ પર ફરીથી વિચાર કરવાની જરૂર પડી શકે છે.કોર્ટે કહ્યું કે નીતિ અમલમાં આવ્યાને 5 વર્ષ થઈ ગયા છે,

તેથી હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને તેની ફરીથી તપાસ થવી જોઈએ. કોર્ટે કહ્યું કે મહાનગરોમાં પાયલોટ પ્રોજેક્ટ પણ ચલાવી શકાય છે. ખંડપીઠે નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન યોજના હેઠળ વધુ સારું કામ કરવા બદલ સરકારની પ્રશંસા કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!