HomeAllફેસબુક પ્રોફાઇલ ફોટોને કરી શકાશે એનિમેટેડ: જાણો કેવી રીતે નવા AI ટૂલનો...

ફેસબુક પ્રોફાઇલ ફોટોને કરી શકાશે એનિમેટેડ: જાણો કેવી રીતે નવા AI ટૂલનો ઉપયોગ કરશો

ફેસબુક દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ તેમના પ્રોફાઇલ ફોટોને એનિમેટેડ કરી શકશે. મેટા હાલમાં તેના તમામ પ્લેટફોર્મમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો વધારો કરી રહ્યું છે. મેટા નવા-નવા ફીચર્સ લાવી રહ્યું છે જેમાં AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ નવા ફીચર દ્વારા યુઝર્સ તેમના પ્રોફાઇલ ફોટોને એનિમેટ કરી શકશે અને સ્ટોરીઝ તથા મેમરીઝને ફરીથી નવી સ્ટાઈલમાં બનાવી શકશે. આ ફીચરની મદદથી ટેક્સ્ટ પોસ્ટ્સમાં પણ એનિમેટેડ બેકગ્રાઉન્ડનો સમાવેશ કરી શકાશે, એનાથી ફીડ વધુ આકર્ષક લાગશે.

પ્રોફાઇલ ફોટો કેવી રીતે એનિમેટ કરશો?

એનિમેટેડ પ્રોફાઇલ ફોટો ફીચરની મદદથી યુઝર્સ સ્ટિલ ફોટોમાં મૂવમેન્ટનો સમાવેશ કરી શકશે. આ ફીચરમાં કેટલાક પ્રીસેટ પ્રકારના એનિમેશનનો ઉપયોગ કરી શકાશે. મેટા અનુસાર એમાં નેચરલ, પાર્ટી હેટ, કન્ફેટી, વેવ અને હાર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર ફોટોમાં કોઈ પણ એક વ્યક્તિ કેમેરા તરફ જોઈ રહ્યો હોવો જરૂરી છે. તેમ જ તેણે કંઈ પકડેલું ન હોવું જોઈએ. આ ફીચરમાં હવે ધીમે ધીમે વધુને વધુ એનિમેશનનો સમાવેશ કરવામાં આવશે.

સ્ટોરીઝ અથવા મેમરીઝને ફરીથી નવી સ્ટાઈલમાં બનાવવું શક્ય

સ્ટોરીઝ અથવા મેમરીઝને રિસ્ટાઈલ કરવા માટે યુઝર્સ રિસ્ટાઈલ બટન પર ટૅપ કરી શકે છે. તેઓ પોતાની ઇચ્છા અનુસાર એમાં ફેરફારો કરવા માટે ટાઈપ કરીને કમાન્ડ આપી શકે છે. આ સિવાય યુઝર્સ મેટાના પ્રીસેટ વિકલ્પોમાંથી પણ પસંદ કરી શકે છે. એમાં ‘એનિમે’ અથવા ‘લો-પોલી’ જેવા એનિમેશનનો ઉપયોગ કરી શકાય છે. આ ફીચર AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુઝર્સને તેમના કન્ટેન્ટ કેવી રીતે દેખાય તે પર વધુ કન્ટ્રોલ આપે છે.

ટેક્સ્ટ પોસ્ટ્સ માટે એનિમેટેડ બેકગ્રાઉન્ડ

ફેસબુકે આ તમામ ફીચર્સની સાથે ફેસબુક ટેક્સ્ટ પોસ્ટ્સ માટે એનિમેટેડ બેકગ્રાઉન્ડ પણ રજૂ કર્યું છે. પોસ્ટ તૈયાર કરતી વખતે યુઝર્સ રેઇનબો બેકગ્રાઉન્ડ પર A આઈકન શોધી શકે છે. આ આઈકન પર ક્લિક કરવાથી વિવિધ બેકગ્રાઉન્ડ સ્ટાઈલ્સમાંથી એક પસંદ કરી શકે છે. આ વિકલ્પોમાં યુઝર એનિમેટેડ અને સ્ટિલ બંનેમાંથી એકને પસંદ કરી શકે છે. આ ફીચર દ્વારા યુઝર્સ પોતાના વિચારોને વધુ ક્રિએટિવ રીતે રજૂ કરી શકે છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!