
WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચર લાઈવ થયા પછી યુઝર્સને WhatsApp વાપરવા માટે ફોન નંબરની જરૂર રહેશે નહીં. આનો અર્થ એ છે કે તમે ફોન નંબર વગર પણ WhatsApp વાપરી શકો છો. હાલમાં, WhatsApp એકાઉન્ટ બનાવવા માટે મોબાઇલ નંબર જરૂરી છે.

WhatsApp એક નવું ફીચર લાવવા જઈ રહ્યું છે, જેમાં તમે ફોન નંબર વગર પણ WhatsApp યુઝ કરી શકશો. WhatsApp 2009માં લોન્ચ થયા પછી યુઝર્સને તેમના મોબાઇલ નંબરથી લોગ ઇન કરવાની જરૂર પડે છે. હવે, મેટા આ લોગિન પ્રક્રિયા બદલવા માંગે છે. કંપની ટેલિગ્રામની જેમ WhatsAppમાં યુઝરનેમ લોગિન પદ્ધતિ ઉમેરવા માંગે છે.

આ ફીચર તાજેતરમાં જ જોવા મળ્યું હતું. WABetaInfo એ એન્ડ્રોઇડ બીટા વર્ઝન પર વોટ્સએપને આ ફીચરનું ટેસ્ટિંગ કરતા જોવા મળ્યું. આ પહેલીવાર નથી જ્યારે વોટ્સએપ પર યુઝરનેમ ફીચર જોવા મળ્યું હોય, તે પહેલા બીટા વર્ઝનમાં પણ દેખાયું છે.

યુઝરનેમ વાપરવા માટે કેટલીક શરતો છે. ઉદાહરણ તરીકે, તે “WWW” થી શરૂ થવું જોઈએ નહીં. દરેક યુઝરનેમમાં ઓછામાં ઓછો એક અક્ષર હોવો જોઈએ. યુઝર્સ a થી z સુધીના નાના અક્ષરોમાં યુઝરનેમ બનાવી શકશે.

આલ્ફાબેટ્સ ઉપરાંત યુઝર્સ નંબર અને ખાસ ચિહ્નોનો પણ ઉપયોગ કરી શકશે. આ સુવિધા WhatsApp Android બીટા 2.25.28.12માં જોવા મળી હતી, જેમાં સેટિંગ્સમાં યુઝરનેમ રિઝર્વેશન વિકલ્પ ઉપલબ્ધ છે. આ સુવિધાના રોલઆઉટ પહેલાં યુઝર્સને તેમના યુઝરનેમ સુરક્ષિત કરવાની મંજૂરી આપશે.

જો કે, આ ફીચર હાલમાં બધી સર્વિસની ઍક્સેસ આપી રહી નથી. રિઝર્વેશનનો ઉપયોગ કરીને તમે ફક્ત તમારા યુઝરનેમ લોક કરી શકો છો. તેની સાથે મેસેજિંગ શક્ય નથી.

કંપની બીટા વર્ઝનમાં ફીચરને રોલઆઉટ કરતા પહેલા તેનું પરીક્ષણ કરે છે. યુઝરનેમ રિઝર્વેશન ફીચર હાલમાં ફક્ત બીટા વર્ઝનમાં જ ઉપલબ્ધ હોવાથી, તેને રિલીઝ થવામાં થોડો સમય લાગી શકે છે. આ ફીચર ક્યારે રિલીઝ થશે તે જાણી શકાયું નથી.














