પ્લાસ્ટીક – પોલીમર – યાર્ન ક્ષેત્રને મોટી રાહત : 14 ચીજો કવોલીટી કન્ટ્રોલમાંથી મુકત

કેન્દ્ર સરકારે પ્લાસ્ટીક, પોલીમર્સ, સિન્થેટીક ફાઈબર તથા યાર્ન ઉદ્યોગને મહાજન રાહત આપી હોય તેમ 14 ચીજોને કવોલીટી કન્ટ્રોલ ઓર્ડરમાંથી મુકિત આપવામાં આવી છે.

નીતિ આયોગના સભ્ય રાજીવ ગૌલાના વડપણ હેઠળની કમીટીએ નિયમોની ઝંઝટ ઘટાડવા તથા છેવાડાનાં સ્તર સુધી કાચો માલ સામાન સરળતાથી ઉપલબ્ધ બની શકે તે માટે કાયદામાં છુટછાટ આપવા ભલામણ કરી હતી. તેને પગલે કેન્દ્ર સરકાર દ્વારા 14 ચીજોને કવોલીટી કન્ટ્રોલ ઓર્ડરમાંથી મુકિત આપવાની જાહેરાત કરી છે.

બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાર્ન્ડડ સાથે પરામર્શ કરવામાં આવ્યા બાદ જાહેર હીતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રનાં રસાયણ તથા પેટ્રો કેમીકલ્સ વિભાગ દ્વારા નોટીફીકેશન, જારી કરવામાં આવ્યું છે અને તત્કાલ અસરથી લાગુ કરવામાં  આવ્યુ છે.

કવોલીટી કન્ટ્રોલ ઓર્ડરમાંથી મુકત 14 ચીજોમાં 100 ટકા પોલીએસ્ટર સ્પન યાર્ન પોલીએસ્ટર ઈન્ડસ્ટ્રીયલ યાર્ન વગેરેનો સમાવેશ થાય છે.

error: Content is protected !!