
વાત જ્યારે દેશની હોય ત્યારે કોઈ પાર્ટી મોટી નથી કે નથી વિચારધારા આડે આવતી. આ જ ભાવ જોવા મળ્યો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના આવાસ પર આ તમામ સાંસદો, પૂર્વ સાંસદો અને પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરી, જેમણે હાલમાં જ દુનિયાના અલગ અલગ દેશોમાં ભારતનો અવાજ બુલંદ કર્યો. આતંકના મુદ્દા પર પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું. તસવીર કહી રહી છે કે જ્યારે દેશની વાત આવે તો ન પક્ષ રહ્યો, ન વિપક્ષ. બધા એક સાથે ઊભેલા જોવા મળ્યા.

રાજકારણમાં જ્યાં હંમેશા મતભેદ જોવા મળતો હોય છે, ત્યાં પ્રધાનમંત્રી આવાસ પરથી આવી તસવીરો સામે આવવી જ, જેણે બતાવી દીધું કે, જ્યારે વાત વતનની હોય, તો દરેક પાર્ટી, દરેક નેતા ફક્ત એક ઝંડા નીચે આવી જાય છે. ઓપરેશન સિંદર અંતર્ગત દુનિયામાં પાકિસ્તાનને ખુલ્લુ પાડીને પરત ફરેલા વિવિધ પાર્ટીના સાંસદો, પૂર્વ સાંસદો અને વરિષ્ઠ રાજદ્વારીઓ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી તો દુનિયા માટે એક મેસેજ હતો. ભારતમાં મત ભલે અલગ હોય, પણ દેશ પહેલા છે.

આ ગ્રુપ ફોટોમાં સત્તા પક્ષ, વિપક્ષ, પૂર્વ સાંસદ અને વરિષ્ઠ કૂટનીતિજ્ઞ એક સાથે ઊભેલા હતા. સૌના ચહેરા પર સંતોષ અને સન્માનની ચમક હતી. આ એ જ ટીમ છે, જેણે વિદેશોમાં ભારતની છબીને મજબૂત કરી. આતંકવાદ પર કોઈ પણ હિચક વિના પાકિસ્તાનને ખુલ્લુ પાડી શાંતિની વકીલાત કરી. આ તસવીર બતાવે છે કે જ્યારે દેશની વાત હોય, તો કોઈ વિપક્ષ નથી હોતો, ખાલી ટીમ ઇન્ડિયા હોય છે.

પીએમ મોદી જ્યારે વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદને મળ્યા તો હસવા લાગ્યા. બે અલગ અલગ પાર્ટીની રાજનીતિ કરનારા આ નેતા આ ફ્રેમમાં ખાલી નેતા નહીં, પણ દેશ માટે એક સાથે ઊભેલા ભારતીય નાગરિકો દેખાઈ રહ્યા છે. આ ક્ષણ બતાવે છે કે મુદ્દો જ્યારે ભારતનો હોય તો મતભેદ મૂકી સંવાદની જગ્યા બને છે.

વિદેશની ધરતી પર કોંગ્રેસ નેતા શશિ થરૂરના નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યા, ત્યારે આવા સમયે જ્યારે તેમણે પીએમ મોદી સાથે મુલાકાત કરી તો અલગ જ નજારો જોવા મળ્યો હતો. એક તરફ બિન ભાજપાઈ ચહેરો, બીજી તરફ પ્રધાનમંત્રી, પણ ચહેરામાં કોઈ અંતર નહોતું. ખાલી ઉષ્મા અને ખભે ખભો મિલાવીને દેશની વાત રજૂ કરવાનો ગર્વ છે. આ જ ભારતનો આત્મા છે. ચર્ચા થઈ શકે છે. પણ જ્યારે વાત વતનની આવે તો બધા એક સાથે ઊભા રહે છે.

આ તસવીર એ તમામ ટીકાકારોને જવાબ છે, જે વિચારે છે કે પક્ષ અને વિપક્ષ સાથે નથી ચાલી શકતા. કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે આ આત્મીય વાતચીત જણાવે છે કે, વિદેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા તમામ સાંસદ, પાર્ટીગત રાજનીતિથી ઉપર ઉઠીને ખાલી ભારત બોલે છે. તેમના એકજૂટ સ્વરે આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનની ઊંઘ હરામ કરી નાખી.

આ ફોટોમાં પીએમ મોદી કોંગ્રેસ સાંસદ અમર સિંહ સાથે મળતા જોવા મળ્યા. આ ઉપરાંત પીએમ મોદીએ તમામ સાંસદો સાથે એક એક કરીને વાત કરી. દરેક પાર્ટીના સાંસદ પાસેથી ફીડબેક લીધો. તેમને પાસેથી જાણ્યું કે મુલાકાત કેવી રહી, નેતા અલગ અલગ પાર્ટીના હતા, અલગ અલગ વિચારધારાના હતા, પણ ઉદ્દેશ્ય એક જ હતો, ભારતનું માથું ગર્વથી ઊંચું રાખવું. આ તસવીર બતાવે છે કે, વિવિધતામાં જ આપણી સૌથી મોટી તાકાત છે. અને જ્યારે આ તાકાત એક હોય તો આખી દુનિયા તમારી વાત સાંભળે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોની વાત સાંભળી, તેમની સાથે સવાલ જવાબ કર્યા. સાંસદોએ પોતાના અનુભવ તેમની સાથે શેર કર્યા, જણાવ્યું કે કેવી રીતે સન્માન મળ્યું. ભારતની વાત કેવી રીતે સાંભળી. આ તસવીરમાં પૂર્વ મંત્રી એમજે અકબર પોતાના અનુભવ પીએમ મોદી સાથે શેર કરી રહ્યા છે.





















