HomeAllપ્રાદેશિક ફિલ્મોનું સર્ટીફીકેશન ગુજરાતમાં જ કરવા સાંસદ કેસરીદેવસિંહ દ્વારા સરકારમાં રજુઆત

પ્રાદેશિક ફિલ્મોનું સર્ટીફીકેશન ગુજરાતમાં જ કરવા સાંસદ કેસરીદેવસિંહ દ્વારા સરકારમાં રજુઆત

‘ગુજરાત તેમજ રાજસ્થાન રાજય માટે પ્રાદેશિક ફિલ્મોનું સર્ટિફીકેશન ગુજરાતમાં થાય તેવી માંગણી રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહજી દ્વારા કરવામાં આવી છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફીકેટ એટલે કોઈ પણ ડોકયુમેન્ટરી, વેબ સીરીઝ, ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ કે થિયેટરમાં રજુ કરવા માટે માંગવામાં આવતું સર્ટિફીકેટ, જેની શાખા માંગ મુંબઈમાં છે. જેના નીચે ઘણા રાજયોનો સમાવેશ થાય છે.

તેથી તેના ઉપર ઘણું ભારણ રહે છે. ઘણાસમયથી ગુજરાત તેમજ રાજસ્થાનના ફિલ્મ જગતના પ્રતિનિધિઓ દ્વારા સાંસદ કેસરીદેવસિંહજીને ગુજરાતમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફીકેટની શાખા ખોલવા માટે રજુઆત કરવામાં આવી હતી.

તે ધ્યાનમાં રાખી સાંસદ દ્વારા રાજયસભામાં ગુજરાત રાજયમાં નવી શાખા ખુલે અને પ્રાદેશિક ફિલ્મ જગતને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજયસભાના માધ્યમથી સરકાર પાસે માંગણી મુકેલ હતી. સી.બી.એફ.સી.ની નવી બ્રાન્ચ ગુજરાતમાં આવવાથી ફિલ્મ જગત માટે સરળ પ્રક્રિયા અને ઝડપથી ફિલ્મો સર્ટીફાઈડ થઈ રિલીઝ કરી શકાશે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!