આગામી વરસાદી મોસમને ધ્યાનમાં રાખી મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. 01 મે 2025 થી તા. 31 ઑક્ટોબર 2025 સુધી પ્રિ-મોન્સૂન પ્લાનના અમલની શરૂઆત કરવામાં આવી છે. વરસાદ દરમ્યાન તીવ્ર હવામાન અને પાણી ભરાવાની શક્યતાઓને અનુરૂપ રાઉન્ડ ધ કલોક કામગીરી માટે વિવિધ વિભાગોમાં કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

મહાનગરપાલિકા અંતર્ગત આવેલા કુલ 13 આરોગ્ય કેન્દ્રો પર તમામ આવશ્યક આરોગ્યસેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેથી વરસાદી મોસમમાં તાત્કાલિક આરોગ્યસેવા સુલભ બની રહે. પાણી ભરાવાની શક્યતા ધરાવતા નિકાળ ન હોતાં વિસ્તારોમાં રહેતા નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા અનુરોધ કરવામાં આવે છે.

સાથે જ, નાગરિકો જાગૃતતા દાખવી નીચે મુજબના નંબર પર તાત્કાલિક જાણ કરીને સહકાર આપે તે વિનંતી: જાહેર સ્થળે તૂટી ગયેલ ભૂગર્ભ ગટર અથવા પાણીના ટાંકા સહિતના જોખમકારક મુદ્દાઓ માટે તાત્કાલિક જાણ કરવી જરૂરી છે, જેથી કોઈ દુર્ઘટના ટાળી શકાય.

સંપર્ક માટેના અગત્યના નંબર: ફરિયાદ માટે: 02822 220551 , પ્રિ-મોનસૂન કન્ટ્રોલ રૂમ નંબર: 02822 220552

























