HomeAllપરેશ ગોસ્વામીની આગાહીએ સૌ કોઇને ચોંકાવ્યા! જાણો 'શક્તિ' વાવાઝોડું કેટલું ભયાનક હશે?

પરેશ ગોસ્વામીની આગાહીએ સૌ કોઇને ચોંકાવ્યા! જાણો ‘શક્તિ’ વાવાઝોડું કેટલું ભયાનક હશે?

શક્તિ’ વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્ત્વની આગાહી કરી છે. શક્તિ વાવાઝોડું ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે, શક્તિ વાવાઝોડું આગળ હજુ જતા મજબૂત બની શકે છે. વાવાઝોડું સતત પશ્ચિમ તરફ ગતિ કરશે અને ઓમાનથી દૂર રહશે. પાંચ ઓક્ટોબરના રોજ શક્તિ વાવાઝોડું ગુજરાત તરફ યુ-ટર્ન લઈ શકે છે અને યુ-ટર્ન લેશે ત્યારે નબળું પડશે. ઓમાન પાસે વાવાઝોડું નબળું પડીને પૂર્વ દિશામાં ગતિ કરશે અને ગુજરાત તરફ આગળ વધશે.

આ શક્તિ વાવાઝોડું યુ-ટર્ન લેશે ત્યારે નબળું પડી શકે છે, નબળું પડીને ગુજરાત તરફ આવશે ત્યારે વાવાઝોડું વિખાઈ જશે. સૌરાષ્ટ્ર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં આવે તેવી શક્યતા છે જેને પગલે 7,8 અને 9 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને કચ્છ, મધ્યગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 7,8 ઓક્ટોબરે વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે. પરંતુ વાત એ છે ગુજરાતના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.

વધુ એક વાવાઝોડાનો ખતરો

ગુજરાતમાં મંડરાઈ રહ્યો છે વધુ એક વાવાઝોડાનો ખતરો. ચક્રવાતી તોફાન શક્તિની તીવ્રતા વધતા શક્તિ વાવાઝોડું બનવાની શક્યતામાં વધારો થયો છે. હાલ શક્તિ ચક્રવાતી તોફાન દેવભૂમિ દ્વારકાથી 240 કિલોમીટર અને નલિયાતથી 360 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં સ્થિત છે. શક્તિ ચક્રવાત 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા જણાવાયું છે. સંબંધિત વિસ્તારમાં હવામાનની ચેતવણી જાહેર કરી છે.

અંબાજીમાં અનરાધાર

અંબાજીમાં અનરાધાર વરસાદ વરસ્યો. અંબાજીના બજારમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદને પગલે અંબાજીના રસ્તા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહ્યો જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવી પડી. એક તરફ ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે તો બીજી તરફ અંબાજી પંથકમાં આસો મહિનામાં અષાઢી માહોલ જોવા મળ્યો. બપોરે ધીમીધારે વરસાદ વરસ્યો અને સાંજે અંબાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ.

ત્રણ નંબરનું સિગ્નલ

અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘શક્તિ’ વધુ તીવ્ર બન્યું, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતાં માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આ સાથે સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠે સિગ્નલો પણ લગાવી દેવાયા છે. જૂનાગઢ, કચ્છ અને દ્વારકામાં દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવ્યું છે. દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળી રહ્યા છે જેથી લોકોને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે.

અંબાલાલની આગાહી

શક્તિ વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં બનેલું શક્તિ વાવાઝોડું કચ્છ તરફથી રાજસ્થાન તરફ ફંટાશે, ગુજરાત તરફ વાવાઝોડું આવતા નબળું પડશે જોકે 5 અને 6 તારીખે તેની અસર જોવા મળશે. ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદ પણ વરસી શકે છે. 9 તારીખ બાદ તડકો નીકળતા ખેડૂતોને રાહત મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!