HomeAllપ્રોપેન સપ્લાય કરતી કંપનીઓની દાદાગીરી સામે સિરામિક ઉદ્યોગ લાલઘૂમ

પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓની દાદાગીરી સામે સિરામિક ઉદ્યોગ લાલઘૂમ

મોરબીના પેપર ઉદ્યોગ પર હાલ મંદી અને કાચા માલની અછતનો ડબલ પ્રહાર થયો છે. બજારમાં ડિમાન્ડ ઘટતા અને આયાતી વેસ્ટ પેપરના કન્ટેનરો વિદેશી પોર્ટ પર ફસાઈ જતાં પેપર મિલોની સ્થિતિ દિનપ્રતિદિન વધુ કપરી બનતી જઈ રહી છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે છેલ્લા એક મહિનાથી મોરબીની 4 પેપર મિલો સદંતર બંધ કરી દેવામાં આવી છે, જ્યારે બાકીની મિલો પણ પૂરતા ઓર્ડર ન મળતા અસ્થિર રીતે ચાલુ-બંધની સ્થિતિમાં ચાલી રહી છે

.પેપર મિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલ ઘણા એકમોમાં એવી પરિસ્થિતિ છે કે 2 દિવસ ઉત્પાદન થાય છે તો પછી 2 દિવસ ઓર્ડર ન હોવાથી મિલ બંધ રાખવી પડે છે. પેપર મિલોમાં નવા ઉત્પાદન માટે લોકલ તેમજ વિદેશથી આયાત કરાયેલા વેસ્ટ પેપરનો રો-મટીરીયલ તરીકે ઉપયોગ થાય છે. યુરોપમાંથી આવતો મોટાભાગનો માલ પહેલા દુબઈના જેબલ અલી પોર્ટ પર શોર્ટિંગ માટે પહોંચે છે અને ત્યારબાદ ત્યાંથી મુંદ્રા પોર્ટ મારફતે દેશમાં આવે છે

.પરંતુ હાલ સર્જાયેલી યુદ્ધજન્ય પરિસ્થિતિના કારણે GCC, US અને ખાસ કરીને જેબલ અલી પોર્ટ પર આયાત કરાયેલા વેસ્ટ પેપરના આશરે 750 થી 800 જેટલા કન્ટેનરો ફસાઈ ગયા છે. જેના કારણે પેપર મિલોને જરૂરી રો-મટીરીયલ સમયસર મળી રહ્યું નથી અને હાલનો સ્ટોક પણ ઝડપથી ખૂટતો જઈ રહ્યો છે

.બીજી તરફ, મોરબીના સિરામિક ઉદ્યોગના આશરે 600 જેટલા કારખાનાઓ અને પેકેજિંગ ઉદ્યોગના મોટાભાગના એકમો હાલ બંધ અથવા ધીમી ગતિએ કાર્યરત હોવાથી પેપર મિલોને તૈયાર માલનો પૂરતો ઉપાડ મળતો નથી. એટલે કે, એક તરફ કાચા માલની અછત અને બીજી તરફ તૈયાર માલની માંગમાં ઘટાડો — બંને પરિસ્થિતિઓએ ઉદ્યોગને ભારે દબાણમાં મૂકી દીધો છે

.શૈલેષભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રો-મટીરીયલની અછત વચ્ચે આયાતી વેસ્ટ પેપરના ભાવમાં પ્રતિ ટન આશરે 25 ડોલરનો વધારો થયો છે. સાથે સાથે ભારતીય લોકલ વેસ્ટ પેપરના ભાવમાં પણ વધારો નોંધાયો છે. તેમ છતાં, બજારમાં પૂરતા ઓર્ડર ન હોવા અને હરીફાઈ વધતા ફિનિશ્ડ માલના ભાવમાં વધારો કરવો શક્ય બનતો નથી, જેના કારણે ઉદ્યોગકારોને સીધી આર્થિક નુકસાની સહન કરવી પડી રહી છે

.ઉદ્યોગકારો માટે પરિસ્થિતિ વધુ કઠિન એ કારણસર બની છે કે, મિલ ચાલુ હોય કે બંધ — બંને સ્થિતિમાં બેંક લોનના EMI, કર્મચારીઓના પગાર, વ્યાજ તથા GEB ના મિનિમમ બિલ જેવી નક્કી ચૂકવણીઓ કરવી જ પડે છે. પરિણામે, પેપર મિલ માલિકો પર આર્થિક ભારણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે

.હાલની પરિસ્થિતિ જો લાંબા સમય સુધી યથાવત રહેશે, તો મોરબીના પેપર ઉદ્યોગને વધુ ગંભીર ફટકો પડી શકે છે અને વધુ એકમો પર તાળાબંધીની સ્થિતિ ઊભી થવાની ભીતિ ઉદ્યોગ વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments