જમીનના રેકર્ડમાં સરનામા-મોબાઈલ નંબર અપડેટ કરવા ઉપરાંત માપણી-શબ્દોનાં અર્થઘટન સ્પષ્ટ કરાશે: કેન્દ્રનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ
કેન્દ્ર સરકારે ગામડાઓની સંપતિઓનાં રેકર્ડને આધારકાર્ડ સાથે જોડવા તથા મોબાઈલ નંબર અપડેટ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ગ્રામીણ ભૂમિ રેકર્ડનાં આધુનિકીકરણ તથા ડીજીલાઈઝેશનનાં મહત્વપૂર્ણ પ્રોજેકટ અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જમીન માલીકોનાં કારનામા તથા મોબાઈલ નંબર પણ અપડેટ કરવામાં આવશે જોકે આધાર સાથે લીંક કરવાનું ફરજીયાત નથી છતાં જમીન રેકર્ડમાં પારદર્શકતા લાવવાના હેતુસર આ પ્રોજેકટ હાથ પર લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે તમામ રાજયોને જમીનનાં રેકર્ડ સચોટ અને અદ્યતન રહે તે માટે ડીજીટલાઈઝેશન કરવાની તાકીદ કરી છે તેના મારફત પછી સરકારી યોજનાઓ તથા બેંકીંગ સેકટર સાથે સરળતાથી જોડી શકાશે. આ વર્ષનાં બજેટમાં જમીન સુધારા પગલા માટે રાજય સરકારોને સહાય આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી.

સરકારનો ઉદેશ પીએમ ગતિશકિત યોજનાનો ઉપયોગ કરીને આ પ્રોજેકટ હેઠળ ગામડાઓની તમામ જમીનનું આધુનિકીકરણ કરવા તથા શહેરી વિકાસની દિશા નકકી કરવાનો છે.

કેન્દ્રીય નાણા મંત્રાલય પ્રોજેકટ સંબંધિત યોજના ગ્રામીણ વિકાસ તથા શહેરી બાબતોનાં મંત્રાલયોને પણ મોકલાવી છે અને તેના આધારે ગ્રામીણ જમીન રેકર્ડ મામલે મોટાપાયે સુધારા થઈ શકશે. આ પ્રોજેકટથી જમીન પાર્સલ તેના માલીક તથા ઉપયોગ વિશે સ્પષ્ટ માહીતી હાંસલ થશે.

બીજા તબકકામાં તમામ જમીન માટે ઓળખકાર્ડ ફરજીયાત થશે અને જમીનના નકસા સંબંધિત વિંસગતતા પણ દુર કરાશે. જમીન નાસા હાલ સમજવા પણ મુશ્કેલ છે. શબ્દનાં અર્થઘટનથી માંડીને માપણી પ્રક્રિયામાં ઘણી ગડમથલ છે. અલગ-અલગ રાજયોમાં જુદા અર્થઘટન છે.

સરકાર દ્વારા 2700 કરોડની નાણાકીય સહાયતા ધરાવતા પ્રોજેકટમાં જમીન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ રીતે ઓનલાઈન કરવાની પ્રક્રિયા પણ સામેલ છે.






















