ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. સમગ્ર રાજકોટ જિલ્લામાં આ ચોમાસાના પ્રારંભિક વરસાદથી ગરમીમાં રાહત મળી છે, પરંતુ વીજળીના કડાકા અને વીજળી ગુલ થવાથી થોડી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકાને કારણે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેનાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાજળીના ભયાનક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે વરસાદની તીવ્રતા કેટલી હતી.

અમરેલી, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, સેલવાસ અને બનાસકાંઠાના અંબાજી જિલ્લામાં વરસાદ વરસ્યો છે. અમરેલીના ધારી અને ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી,,ખાંભાના લાસા, ધાવડિયા અને ભાણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. જો કે લાસા ગામની શેરીમાંથી પાણી વહેતા થયા.

મધ્ય રાજકોટમાં ભારે વીજળીના કડાકા થયા હતા. રાજકોટ શહેરના નવા રાજકોટ, કાલાવડ રોડ , 150 ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને અમીન માર્ગ અને તેની આસપાસની સોસાયટીઓમાં પણ વરસાદ નોંધાયો હતો. મોસમનો આ પ્રથમ વરસાદ ગાજવીજ અને ભારે પવન સાથે પડ્યો હતો. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનો અંદાજ છે.

ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
રાજકોટ જિલ્લાના ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલના અનેક ગામડાઓમાં ગાજવીજ સાથે વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ સારા વરસાદના પગલે ગોંડલ તાલુકાના અનેક ગામડાઓમાં વાવણી કાર્ય શરૂ થશે, જે ખેડૂતો માટે રાહતરૂપ છે.

























