HomeAllરાજકોટમાં ગુજરાતી ફિલ્મ “શક્તિ” અંગે પ્રેસ કોન્ફરન્સ

રાજકોટમાં ગુજરાતી ફિલ્મ “શક્તિ” અંગે પ્રેસ કોન્ફરન્સ

રાજકોટ ખાતે ગુજરાતી ફિલ્મ “શક્તિ” સંદર્ભે ગામના નામને લઈને ઊભા થયેલા વિવાદ મામલે ફિલ્મના દિગ્દર્શક ભાવિન ત્રિવેદી અને નિર્માતાશ્રીએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી સત્તાવાર સ્પષ્ટતા કરી હતી.


પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દિગ્દર્શક ભાવિનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ફિલ્મ “શક્તિ” સંપૂર્ણપણે કાલ્પનિક વાર્તા પર આધારિત છે. ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલા ગામના નામ અંગે સંબંધિત ગામના રહેવાસી ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવેલા વિરોધને ધ્યાનમાં રાખીને અને તેમની લાગણીઓનો માન રાખતાં, એક જવાબદાર અને સંવેદનશીલ સર્જક તરીકે ફિલ્મના ટ્રેલર તેમજ ફિલ્મમાંથી તે ગામનું નામ દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે ફિલ્મનો કોઈપણ ભાગ વાસ્તવિક વ્યક્તિ, સ્થળ કે સમાજને ઠેસ પહોંચાડવાનો હેતુ ધરાવતો નથી.


આ પ્રસંગે ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો — મોના થીબા કનોડિયા, શ્રી કાકડે તથા દિનેશ લાંબા — ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ સોશિયલ મીડિયા પ્રતિનિધિઓને ફિલ્મની વાર્તા, સંગીત અને નિર્માણ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી હતી.


ફિલ્મ “શક્તિ”ના સંવાદો અને ગીતોએ રિલીઝ પહેલાં જ લોકપ્રિયતા મેળવી છે. ફિલ્મની વાર્તા ભાવિન ત્રિવેદી તેમજ બ્રિજેશ પંચાલ દ્વારા લખાઈ છે. સંગીત યુવા સંગીતકાર પૂર્વેશ દવે દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મના ગીતો રાજકોટની ૧૫ વર્ષની પ્રતિભાશાળી ગાયિકા હર્ષિ ભટ્ટ દ્વારા ગવાયેલા છે.
ફિલ્મ “શક્તિ” આવનારી ૨૭મી ફેબ્રુઆરીના રોજ રાજ્યભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. (અહેવાલ અને ફોટો: પરાગ જે. ભટ્ટ – રાજકોટ)

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!