HomeAllરાજકોટમાં મારુ કંસારા બિઝનેસ નેટવર્કની પ્રથમ મિટિંગ યોજાઈ

રાજકોટમાં મારુ કંસારા બિઝનેસ નેટવર્કની પ્રથમ મિટિંગ યોજાઈ

રાજકોટ ખાતે કંસારા સેવાસમાજની વિંગ ‘MKBN’ (મારુ કંસારા બિઝનેસ નેટવર્ક) દ્વારા પ્રથમ બિઝનેસ મિટિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં બિઝનેસ નેટવર્ક સાથે જોડાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના વ્યવસાય અંગે માહિતીની આપ-લે કરી નેટવર્કિંગને મજબૂત બનાવ્યું હતું.

મારુ કંસારા બિઝનેસ નેટવર્કની રચના ઇન્ટર સર્કલ બિઝનેસ ગ્રોથ માટે કરવામાં આવી છે, જે સભ્યોને વ્યવસાયિક રીતે આગળ વધવામાં સહાયરૂપ બને છે. આ પ્રથમ મિટિંગનું સંચાલન MKBN વિંગના પ્રમુખ રાજેન્દ્રભાઇ મેવચા તથા ધવલભાઈ પરમારે કર્યું હતું.

આ મિટિંગમાં જૂનાગઢથી કંસારા સેવા સમાજના પ્રમુખ ક્રિષ્નાબેન બારમેડા વિશેષ ઉપસ્થિત રહી સભ્યોને શુભકામનાઓ પાઠવી હતી અને આ પહેલને બિરદાવ્યું હતું.

પ્રથમ મિટિંગમાં જ 6 સભ્યોને સ્થળ પર જ બિઝનેસ લીડ પ્રાપ્ત થતા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. લીડ મેળવનાર સભ્યોએ આ મિટિંગને શુભ શરૂઆત ગણાવી હતી.

કાર્યક્રમમાં દિવ્યદ્રષ્ટિ મીડિયા પરિવારના મોભી વડીલ અને અગ્રણી કિશનભાઇ બુધ્ધભટ્ટી ખાસ ઉપસ્થિત રહી સમાજના આ પ્રયાસને સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઇવેન્ટમાં મારુ કંસારા સમાજના અગ્રણીઓ, આમંત્રિત મહેમાનો તેમજ MKBN ના ઓફિશિયલ મેમ્બર્સ ઉપસ્થિત રહી ઇન્ટર સર્કલ બિઝનેસ ગ્રોથ માટે સંકલ્પબદ્ધ થયા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!