HomeAllરાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં મોરબીના મહેન્દ્ર બરાસરાએ મેળવ્યો દ્વિતીય ક્રમ

રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં મોરબીના મહેન્દ્ર બરાસરાએ મેળવ્યો દ્વિતીય ક્રમ

મોરબી : ગુજરાત રાજ્ય સરકારના રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા મોરબી જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ અધિકારી કચેરી દ્વારા સંચાલિત રાજ્ય કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા મોરબીની વેદાંત ગ્લોબલ સ્કૂલ ખાતે ગત તારીખ 8 અને 9 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી.

આ સ્પર્ધામાં મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં ધોરણ-5માં અભ્યાસ કરતા મહેન્દ્ર અશ્વિનભાઈ બરાસરાએ લોકવાદ્ય–અ વિભાગમાં ઉત્તમ પ્રદર્શન કરી રાજ્ય સ્તરે દ્વિતીય ક્રમ મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

આ સફળતા બદલ મોરબી જિલ્લાના યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, શાળા પરિવાર તેમજ પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા મહેન્દ્રને અભિનંદન પાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!