HomeAllરાજયભરમાં કાળી ચૌદશની ભયાનકતા દુર કરવાના કાર્યક્રમોનું વિજ્ઞાન જાથા દ્વારા આયોજન

રાજયભરમાં કાળી ચૌદશની ભયાનકતા દુર કરવાના કાર્યક્રમોનું વિજ્ઞાન જાથા દ્વારા આયોજન

ભારતમાં સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, ગેરપરંપરા, જાત જાતની માન્યતાઓ, ક્રિયાકાંડો, કુિરવાજો, ભૂત, પ્રેત, પિશાચ, મેલીવિદ્યા, આસુરી શક્તિ, અશ્ય શક્તિ વિગેરેની સાધના કરી પ્રસન્ન કરવા જાત જાતના વિધિ-વિધાનો, નિવારણના હોમ-હવન, મંત્ર-તંત્ર, સાધના, ઉપાસના, મેલીવિદ્યાની સ્મશાનમાં લેતી-દેતી આપ-લે, ભારે દિવસ, ખોફનાક વાતો પ્રવર્તતે છે.

 તેનું રાજયવ્યાપી ખંડન કરવાના  મનોબળ કેળવવાના જાગૃતિ કાર્યક્રમો સાથે રાજય કક્ષાનો રાજકોટ જિલ્લાના સ્મશાનમાં લોક્સહકારથી તા. 19 મી ઓકટોબર રાત્રીના નવ કલાકે મેલીવિદ્યાની નનામી, ભૂતપ્રેતનું સરઘસ, મશાલ સરઘસથી પ્રારંભ કરી સ્મશાનમાં મોડી રાત સુધી નવતર કાર્યક્રમોથી કરવામાં આવશે. રાજયમાં જાથાની શાખાઓ ઉપરાંત નાના-મોટા નગરોના સ્મશાનમાં જાગૃતિ કાર્યક્રમ આપી અંધશ્રદ્ઘા દૂર કરવાના પ્રયત્નો થશે. આવતા સપ્તાહથી પસંદગીના ગામોમાં પત્રિકા વિતરણનો પ્રારંભ થશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે સદીઓથી કાળીચૌદશની ભયાનક્તા, ભ્રામક પ્રચાર, ઉપરાંત નિરર્થક ક્રિયાકાંડો સમાજમાં પ્રવર્તતે છે જેમાં ભૂત, પ્રેત, પિશાચ, ડાકણ, મામો, આસુરી શક્તિની સ્મશાનમાં સાધના કરી પ્રસન્ન કરવા સંબંધી જાતજાતના ક્રિયાકાંડો કરવામાં આવે છે. જેમાં દારૂ, મટન, જેવા નૈવેદ ધ2વામાં આવે છે. તો કોઈક અઘોરી મડદા ઉપર બેસી સાધના કરે છે. આસુરી શક્તિ ઉપર વિજય મેળવવા માટે કાળી ચૌદશ દિવસને શ્રેષ્ઠ માનવામાં આવે છે વાસ્તવિક કાર્યક્રમો આપ્યા છે. તેમાં જાથાને આજ સુધી કોઈ ખરાબ પરિણામ, અસર કે એક મિનિટ/સેકન્ડ  માટે પણ હાનિ-નુકશાન કે અનહોનિ થઈ નથી. માત્રને માત્ર બક્વાસ, તથ્યહિન ક્રિયાકાંડો સાબિત ર્ક્યા છે.

2વિવા2 તા. 19 મી 2ાત્રીના નવ કલાકે મુક્તિધામમાં જાગૃતો, વિજ્ઞાન પ્રેમીઓ, જાથાના શુભેચ્છકો એકઠા થઈ ત્યાં સૌ પ્રથમ મેલીવિદ્યાની નનામીને લાવી મહિલાઓ કાંધ આપશે તેની સાથે ભૂત-પ્રેતનું સ2ઘસ તેનો પહે2વેશ યુવાનો પહે2ી ભય દૂ2 ક2વા નાટકીય ધૂણીને મશાલ સ2ઘસ સાથે જોડાશે.

 જાગૃતો પોતાના ગામના સ્મશાનમાં જાગૃતિ બેનરો સાથે સ્મશાનમાં પહોંચશે ત્યાં મેલીવિદ્યાની નનામીને અગ્નિદાહ આપી તેનો ભય-કકડાટ કાયમી કાઢવામાં આવશે. નનામી ઉપર ચા બનાવી હાજર લોકોને ચુશ્કી મારવા આપવામાં આવશે. ભૂત-પ્રેતનો બિહામણો ચહેરો-ભયનો પર્દાફાશ કરવામાં આવશે. સ્ટેજ ઉપર જાગૃતિ કાર્યક્રમ આપી રાત્રીના સ્મશાનના ખાટલે ચાર ચોકમાંથી એકઠા કરેલા કુંડાળાના વડા આરોગવામાં આવશે.

જાથાના પંડયા જણાવે છે કે 2ાજ્યમાં આવતા સપ્તાહથી જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. તેમાં કાળી ચૌદશની ભયાનક્તા સંબંધી અંધશ્રદ્ઘા દૂર કરવાનો પ્રયત્ન છે. આ વર્ષે રાજકોટ જિલ્લાના મુક્તિધામમાં કાળી ચૌદશની ઉજવણીનું 32 મું વર્ષ પુર્ણ થશે. આજ સુધી સ્મશાનમાં એક મિનિટ માટે અનહોની થઈ નથી. જાગૃતોએ સંપુર્ણ ટેકો આપ્યો છે.

દેશભરમાં જાથા લોકોને જોડવાની સાથે પોતાનું જીવન-પિ2વા2 સુખી 2હે તેવા જાગૃતિ કાર્યક્રમો આપે છે.રાજયના જિલ્લા રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, કચ્છ-ભુજ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, સુરત, નવસારી, વાપી, છોટા ઉદયપુર, ગોધરા, ડાંગ, આહવા, રાજપીપળા, અરવલ્લી સહીત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આયોજન કરવાની તૈયારી આરંભી છે તેમાં ભાગ લેવા ઈચ્છુકોએ જાથાનો સંપર્ક કરવાનો રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!