HomeAllરાજ્યકક્ષાની શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં મોરબી જિલ્લામાંથી આયોજકોને ભાગ લેવા કલેક્ટરનો અનુરોધ

રાજ્યકક્ષાની શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં મોરબી જિલ્લામાંથી આયોજકોને ભાગ લેવા કલેક્ટરનો અનુરોધ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગરના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોચાડવા માટે ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ ચાર મહાનગર ખાતે ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી ની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

જેમાં પ્રથમ ક્રમને રૂા.5,00,000, દ્રિતિયને રૂા.3,00,000 અને તૃતિય ક્રમને રૂા.1,50,000 લેખે પુરસ્કાર આપવામાં આવશે. ચાર મહાનગર સિવાયના 29 જિલ્લાઓમાંથી ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરોમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી તેમજ 5 (પાંચ)ની પ્રોત્સાહન તરીકે પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કારઆપવામાં આવશે.

જેમાં પણ પ્રથમ ક્રમને રૂા.5,00,000, દ્રિતિયને રૂા.3,00,000 અને તૃતિય ક્રમને રૂા.1,50,000 તથા પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન તરીકે રૂા.1,00,000 લેખે પુરસ્કાર ચૂકવવામાં આવશે.

આમ કુલ મળીને રૂા.52,50,000 ના પુરસ્કાર રાજય સરકાર તરફથી ચૂકવવામાં આવશે.મોરબી જિલ્લામાં શહેરી વિસ્તારોમાં ગણેશ ચતૂર્થિના પર્વ નિમિતે ગણેશજીની સ્થાપના અને પંડાલ સહિતના આયોજન કરતા કરતા આયોજકો સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા નિયમોને આધિન રહી આ શ્રેષ્ઠ ગણેશ પંડાલ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

મોરબીમાંથી વધુ ને વધુ આયોજકોને આ સ્પર્ધામાં ભાગ લેવા કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.આ પ્રતિયોગીતા માટે ચાર મહાનગરમાં મ્યુનિસિપલ કમિશ્નર અને અન્ય 29 જિલ્લાઓમાં કલેક્ટરની અધ્યક્ષતામાં એક મૂલ્યાંકન સમિતિની રચના કરી બેસ્ટ ગણેશ પંડાલની પસંદગી કરવામાં આવશે.

આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગીતામાં ભાગ લેવા માટેનાં ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી સરનામું:- રૂમ નં-257/236, 2જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી -2 ખાતેથી મેળવી તા.28/08/2028 બપોરે 12:00 કલાક સુધી માં પરત કરવાના રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!