
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા 39 મામલતદારની બદલી કરવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. મહેસૂલ વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના મામલતદાર, વર્ગ-2 સંવર્ગમાં ફરજ બજાવતા 39 અધિકારીઓની તાત્કાલિક બદલી કરવામાં આવી છે.
જેમાં રાજકોટ કલેક્ટર કચેરીના PRO, જમીન સંપાદન મામલતદાર, ધોરાજી, લીલીયા, મોરબી અને દ્વારકા સહિતના મામલતદારોની બદલી કરાઈ છે.

મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર આદેશ મુજબ આ તમામ અધિકારીઓને તેમના હાલના કાર્યસ્થળ (કોલમ-2) પરથી તાત્કાલિક અસરથી બદલી કરીને તેમના નામ સામે દર્શાવેલ નવા સ્થળે (કોલમ-૪) નિમણૂક આપવામાં આવી છે.

આ બદલીના આદેશોનો હેતુ વહીવટી નિયંત્રણ જાળવવાનો અને રાજ્યભરમાં મહેસૂલી કામગીરીને વધુ અસરકારક બનાવવાનો છે. જે અધિકારીઓની બદલી કરવામાં આવી છે, તેમની યાદી મહેસૂલ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે.










