HomeAllરાજયમાં મહત્વની 20 થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફીકેશન ફરજીયાત

રાજયમાં મહત્વની 20 થી વધુ સરકારી સેવાઓમાં આધાર વેરિફીકેશન ફરજીયાત

ગુજરાત સરકારે સરકારી સેવાઓને પારદર્શક બનાવવા લીધો મહત્વનો નિર્ણય

રાજ્યમાં સરકારી સેવાઓને વધુ સરળ, ઝડપી અને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી (DST) વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ ઠરાવ કરવામાં આવ્યો છે. વહીવટી સુધારણા આયોગની ભલામણોને આધારે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ‘Top-High Volume Services’ માટે આધાર પ્રમાણીકરણ અમલી બનાવવામાં આવ્યું છે.

ગુજરાત વહીવટી સુધારણા આયોગના પાંચમા અહેવાલની ભલામણ મુજબ, નાગરિકોને સીધી સ્પર્શતી યોજનાઓમાં પારદર્શિતા લાવવા અને સરકારી નાણાંનો દુરુપયોગ અટકાવવા આ નિર્ણય લેવાયો છે.

એક જ વ્યક્તિ અલગ-અલગ ઓળખ ઉભી કરી વારંવાર લાભ ન લે તે સુનિશ્ચિત કરવા. નાણાંકીય સહાય, સબસિડી અને અન્ય કલ્યાણકારી યોજનાઓ સીધી પાત્ર લાભાર્થી સુધી પહોંચાડવા.આ ઠરાવના અમલીકરણ બાદ હવે આવકના દાખલા, સામાજિક વર્ગના પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં નામ સુધારવા/ઉમેરવા અને સોગંદનામા જેવી અંદાજે 20 જેટલી મુખ્ય સેવાઓમાં આધાર પ્રમાણીકરણ જરૂરી બનશે.

આધાર પ્રમાણીકરણ થવાથી વારંવાર ઓળખ અને રહેઠાણના પુરાવાઓ આપવાની જરૂર રહેશે નહીં.પ્રોસેસ રી-એન્જિનિયરિંગઃ  ગવર્નન્સ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ (GPR) અને બિઝનેસ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ (BPR)ના અમલથી સરકારી પ્રક્રિયાઓ ટૂંકી અને ઝડપી બનશે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!