
ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય આગામી 31મીએ નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે રાજ્યના નવા પોલીસવડાની નિયુક્તિ માટે રાજ્ય સરકારે પ્રક્રિયા શરુ કરી દીધી છે. નવા પોલીસવડાની પસંદગી માટે પેનલ બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

આ પેનલના નામો કેન્દ્ર સરકારને મોકલાશે અને તેના માર્ગદર્શન હેઠળ નવા પોલીસવડાનું નામ નક્કી કરવામાં આવશે. સુત્રોના કહેવા પ્રમાણે સીઆઇડી ક્રાઇમના વડા કે.એલ.એન. રાવનું નામ મોખરે છે અને સૌથી મજબૂત દાવેદાર ગણાય છે.

તેઓ 1993ની બેચના આઇપીએસ અધિકારી છે અને ઓક્ટોબર-2027માં નિવૃત્ત થવાના છે આ સિવાય અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ. મલ્લીક તેમજ ભરતી બોર્ડના અધ્યક્ષ નિરજા ગોટરુનું નામ પણ દાવેદારના લીસ્ટમાં છે અને પેનલમાં તેમનું નામ પેનલમાં મુકાયું છે. કેન્દ્રની ભલામણ બાદ આવતા સપ્તાહએ નવા પોલીસ વડાના નામની જાહેરાત થવાની શક્યતા છે.














