
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતીસવારે ધ્વજારોપણ કરવામાં આવ્યું હતું અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

તે ઉપરાંત રામદેવપીરના પાટનું આયોજન કર્યું હતું તથા નામી અનામી કલાકારોનો સંતવાણીનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો. આ ધાર્મિક કાર્યક્રમનો મહેન્દ્રનગરના લોકો સહિતના અનેક લોકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો ભાઈઓ અને બહેનોએ જહેમત ઉઠાવી હતી



























