
ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરીને અનેક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જે બાદ બંને દેશો વચ્ચે સૈન્ય સંઘર્ષ પણ ચાલ્યો. પાકિસ્તાનની વાયુસેનાએ ડ્રોન અને મિસાઈલથી ભારત પર હુમલો કરવા પ્રયાસ કર્યા પણ ભારતીય વાયુસેનાએ તે તમામ હુમલા નિષ્ફળ કર્યા.
જોકે તે બાદથી જ પાકિસ્તાન દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો હતો કે તેમની સેનાએ ભારતના રાફેલ લડાકૂ વિમાન તોડી પાડ્યા હતા. જેના પર હવે ફ્રાંસની નૌસેનાએ જવાબ આપ્યો છે.

સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની ફજેતી પાકિસ્તાનની મીડિયા દ્વારા દાવો કરાયો હતો કે ફ્રાંસના જ એક કમાન્ડરે સ્વીકાર્યું છે કે પાકિસ્તાનની વાયુસેનાએ રાફેલ જેટ તોડી પાડ્યા. જોકે હવે ફ્રાંસની નૌસેનાએ આ સમાચારોનું ખંડન કર્યું છે. ફ્રાંસની નૌસેનાએ કહ્યું છે કે આ તદ્દન ફેક ન્યૂઝ છે અને જે કેપ્ટનના નામનો દાવો કરાઈ રહ્યો છે તેમણે કોઈ મીડિયાને આ અંગે સહમતી આપી નથી.

સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે. એક્સ પર લોકો પાકિસ્તાનની મીડિયાની ટીકા કરી રહ્યા છે. ભારત વિરુદ્ધ ખોટા પ્રચાર માટે પાકિસ્તાનનું ટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

ભારતનું ઓપરેશન સિંદૂર નોંધનીય છે કે ભારતના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી અડ્ડાઓ પર હુમલા કરી જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના અનેક આતંકવાદી કેમ્પ તબાહ કરી નાંખ્યા હતા. જે બાદ પાકિસ્તાનની વાયુસેના સાથે સંઘર્ષમાં ભારતે પાકિસ્તાનના અનેક એરબેઝ પણ તબાહ કરી નાંખ્યા હતા. જે બાદ પાકિસ્તાને ફોન કરીને સીઝફાયરની માંગ કરી હતી.





