HomeAllરેર અર્થ મુદ્દે ચીનને મોટો મેસેજ : પેકસ સિલિકા સંગઠનમાં ભારત જોડાયું

રેર અર્થ મુદ્દે ચીનને મોટો મેસેજ : પેકસ સિલિકા સંગઠનમાં ભારત જોડાયું

એઆઈ ઈમ્પેકટ સમિટમાં ભારતે હસ્તાક્ષર કર્યા, રેર અર્થ મુદ્દે ચીનને મોટો મેસેજ : પેકસ સિલિકા સંગઠનમાં ભારત જોડાયું

રેર અર્થ ખનીજને લઈને ભારત-અમેરિકા સહિત 11 દેશોએ ચીનને મોટો મેસેજ આપ્યો છે. આ મામલે ચીનની દાદાગીરી’ ખતમ થશે. અમેરિકાના નેતૃત્વવાળા પેકસ સિલિકા સંગઠનમાં ભારતે પણ સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે.

ભારતે અહીં એઆઈ ઈમ્પેકટ સમીટમાં એક સમારોહમાં સંગઠનમાં સામેલ થવા સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે. આ તકે કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવ અને ભારતમાં અમેરિકી દૂત સર્જિયો ગોર સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા.

અમેરિકા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને વૈશ્વિક ખનીજ સપ્લાય ચેનને સુરક્ષિત અને ડાયવર્સીફાઈ કરવા માટે ઈન્ડો પેસીફીક ભાગીદાદરોની સાથે ગાઢ સહયોગ ઈચ્છે છે.અમેરિકાના આર્થિક મામલાના અવર સચિવ જેકબ હેલ્બર્ગે જણાવ્યું હતું કે 20મી સદીમાં દુનિયા તેલ અને સ્ટીલથી ચાલતી હતી પણ 21મી સદીમાં દુનિયા કોમ્પ્યુટરથી ચાલે છે

અને આ કોમ્પ્યુટર બનાવવા માટે લિથિયમ અને કોબાલ્ટ જેવા ખનીજ જરૂરી છે. મેકસ સિલિકાનો ઉદેશ ભરોસાલાયક દેશોની સાથે એક સંયુક્ત યોજના બનાવવાનો છે, જેથી ભવિષ્યની એઆઈ ટેકનીક તૈયાર કરી શકાય.


તેમાં ઉર્જા, જરૂરી ખનીજ, હાઈટેક ફેકટરી, એઆઈ મોડલ બધું સામેલ છે. પેકસ સિલિકા સાથે જોડાયેલા દેશો મળીને કામ કરવા પર સહમત છે. રેર અર્થ મેટલ ધરતીની અંદર મળી આવતી 17 દુર્લભ ધાતુ છે. પેકસ સિલિકાનો મુખ્ય ઉદેશ, કોઈ એક દેશ પર નિર્ભરતાને ઘટાડવાનો છે. ચીનનું નામ લીધા વિના ચીનને પેક સિલિકાથી મેસેજ મોકલાયો છે.

મોરબી શહેરમાં ગઈકાલે રાત્રે બનેલી કરુણ ઘટનાએ શહેરભરમાં ભારે રોષ ફેલાવ્યો છે. સોની સમાજના યુવાન જતીન આડેસરાની નિર્દય હત્યાને પગલે વેપારીવર્ગ અને નાગરિકોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે.


પ્રાપ્ત માહિતી મુજબ, જતીન આડેસરા પોતાના ઘરે વાસ્તુ પ્રસંગ હોવાને કારણે રાજકોટથી પોતાની બહેનને તેડી પરત મોરબી આવી રહ્યા હતા. ત્યારે મોરબીના શનાળા રોડ પર સરદાર બાગ પાસે ઓવરટેક જેવી સામાન્ય બાબતે બે શખ્સો સાથે બોલાચાલી સર્જાઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સોએ જતીન પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો એટલો ઘાતકી હતો કે જતીન આડેસરાનું મોત નિપજ્યું હતું.


મૃતક જતીનને માત્ર ૧૧ માસની એક દીકરી હોવાને કારણે સમગ્ર શહેરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ ઘટનાના વિરોધમાં આજે વેપારીઓએ નેહરુ ગેટ, ગ્રીન ચોકથી લઈને દરબારગઢ સુધીની મુખ્ય બજારો બપોરે ૨:૦૦ વાગ્યા સુધી સ્વૈચ્છિક બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.

વેપારીઓએ માંગણી કરી છે કે શહેરમાં લુખ્ખા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ કાયમ રહે તે માટે આરોપીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે.
સાથે જ આરોપીઓને જાહેરમાં દરબારગઢથી મુખ્ય બજાર સુધી સરઘસ રૂપે ફેરવવાની પણ માંગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવોને અટકાવવા કડક સંદેશો પહોંચે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!