
રીલ્સ અથવા શોર્ટ્સ એટલે કે ટૂંકા વીડિયોનું સતત સ્ક્રોલિંગ કરનારા યુઝર્સ માટે ચેતવણીજનક સમાચાર આવ્યા છે. નિર્દોષ મનોરંજન લાગતી સ્ક્રોલિંગથી આરોગ્ય પર ગંભીર અસર પડતો હોવાનું સંશોધન થયું છે. રીલ્સ અને યુટ્યુબ શોર્ટ્સ આપણા મગજમાં એ હિસ્સાને ઉત્તેજિત કરે છે જે દારૂ પીવાથી અને જુગાર રમવાથી સક્રિય થાય છે.

તેથી નિષ્ણાતો ચેતવણી આપે છે કે, સ્ક્રોલિંગની ટેવ લાંબા ગાળે ધ્યાન, પ્રેરણા અને યાદશક્તિ પર નકારાત્મક અસર કરે છે.રીલ્સ મગજને અતિ-ઉત્તેજિત કરે છે ચીનની તિઆનજિન નોર્મલ યુનિવર્સિટીના પ્રોફેસર કિયાંગ વાંગના માર્ગદર્શન હેઠળ કરાયેલા અને ન્યુરોઇમેજ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં તારણ કઢાયું છે કે,

વધુ સમય સુધી રીલ્સ અથવા શોર્ટસ જોનારા લોકોના મગજમાં ‘રિવોર્ડ પાથવે’ અથવા ‘મિસોલિમ્બિક પાથવે’ કહેવાતો હિસ્સો અતિશય સક્રિય બની જાય છે. આ જ હિસ્સો દારૂના સેવન કે જુગાર જેવી પ્રવૃત્તિ દરમિયાન કાર્યરત થાય છે. મગજનો આ હિસ્સો આનંદ આપવા, શીખવા અને પ્રેરણા અનુભવવા માટે મહત્ત્વનો છે.

ટૂંકા વીડિયોનું વ્યસન આરોગ્ય માટે ખતરોઅન્ય સંશોધનોમાંથી પણ એવું તારણ નીકળ્યું છે કે ટૂંકા વીડિયોનું વ્યસન હવે વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ખતરો ગણાઈ રહ્યું છે. ચીનમાં યુઝર્સ રોજ સરેરાશ 151 મિનિટ સુધી શોર્ટ્સ જુએ છે અને 95%થી વધુ ઇન્ટરનેટ યુઝર્સ તેનો ઉપયોગ કરે છે. એનાથી આનંદની અનુભૂતિ તો થાય છે, પણ સાથોસાથ એને લીધે માણસનું ધ્યાન ભંગ થાય છે, ઊંઘની ગુણવત્તા ઘટે છે અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે, જે ડિપ્રેશન સુધી લઈ જઈ શકે છે. રીલ્સ અને શોર્ટ્સનું સતત સ્ક્રોલિંગ કૉગ્નિટિવ સ્કિલ એટલે કે મગજની ક્ષમતા તેમજ ટૂંકા ગાળાની યાદશક્તિ પર પણ નકારાત્મક અસર કરે છે.

આનંદ અને વ્યસન વચ્ચેનો સંબંધ- ડોપામાઇનડોપામાઇન એવું રસાયણ છે જે આપણા મૂડ, પ્રેરણા અને આનંદની લાગણીઓને નિયંત્રિત કરે છે. સામાન્ય રીતે, આ રસાયણ સ્વાદિષ્ટ ભોજન ખાધા બાદ અથવા પ્રિયજનો સાથે સમય વિતાવતી વખતે મગજમાં મુક્ત થાય છે. પરંતુ જ્યારે કોઈ વર્તન, જેમ કે દારૂનું સેવન, ઑનલાઇન ગેમિંગ કે રીલ્સ જોવાની વાતનું વારંવાર પુનરાવર્તન થાય, ત્યારે આ સિસ્ટમ ‘હાઇજેક’ થઈ જાય છે.

જે રીતે દારૂ પીતી વખતે મગજમાં ડોપામાઇનનું સ્તર વધી જાય છે અને થોડા સમય માટે આનંદનો અનુભવ થાય છે, એ જ રીતે લાંબા સમય સુધી રીલ્સ જોતી વખતે પણ ડોપામાઇનનો સ્ત્રાવ થતાં ક્ષણિક આનંદ મળે છે. શરૂઆતમાં એ સામાન્ય લાગે છે, પરંતુ રીલ્સનું વ્યસન વધતા મગજ વધુ આનંદની માંગ કરવા લાગે છે, જે સ્ક્રોલિંગનું ચક્ર ચાલુ રાખે છે. માણસ વધુ ને વધુ રીલ્સ જોવા લાગે છે અને પોતાનું વધુ નુકસાન કરતો જાય છે.

મગજ પર પડતા પ્રભાવટૂંકા વીડિયોનું સતત સ્ક્રોલિંગ મગજના મુખ્યત્વે બે ભાગ પર અસર કરે છે:1. પ્રિફ્રન્ટલ કોર્ટેક્સઆ ભાગ નિર્ણય લેવાની, ધ્યાન કેન્દ્રિત કરવાની અને સ્વ-નિયંત્રણની ક્ષમતા ધરાવે છે. આ ભાગ 26-27 વર્ષની ઉંમર સુધી વિકસતો રહે છે.

રીલ્સનું સતત સ્ક્રોલિંગ તેની પ્રોસેસિંગ ક્ષમતાને ઓવરલોડ કરી દે છે, જેને લીધે સમય જતાં તે નબળો થઈ જાય છે.2. હિપ્પોકેમ્પસઆ ભાગ યાદશક્તિ અને શીખવાની પ્રક્રિયાનું કામ સંભાળે છે. રાતના સમયે રીલ્સનું વધારે પડતું સ્ક્રોલિંગ ઊંઘની ગુણવત્તા ઘટાડે છે અને યાદશક્તિની ક્ષમતા પર સીધી અસર કરે છે. તેથી જ વધારે સ્ક્રોલ કરનાર લોકોનું ધ્યાન ભંગ વારંવાર થાય છે અને

તેઓ કામમાં ભૂલો પણ બહુ કરે છે.દારૂ સાથેની સમાનતાદારૂ મગજને સીધી ન્યુરોટોક્સિક અસર પહોંચાડે છે, જ્યારે ટૂંકા વીડિયો મગજની રિવોર્ડ સિસ્ટમની કામગીરી ખોરવી નાંખે છે. કેટલો સમય રીલ્સ જોઈ શકાય?ટૂંકમાં, રીલ્સ પણ દારૂ, જુગાર અને ગેમિંગ જેવું જ વ્યસન છે.

એક હદ સુધી રીલ્સ જોવામાં વાંધો નથી, પણ એ હદ કઈ એનું કોઈ ચોક્કસ માપ નથી. અમુક નિષ્ણાત કહે છે કે દરરોજ 2 કલાકથી વધુ સ્ક્રીન ટાઈમ પર વિતાવવાથી મગજને નુકસાન થઈ શકે છે. જો ‘ડિજિટલ નશા’ પર નિયંત્રણ ન રાખવામાં આવે, તો તે ‘ડિજિટલ ડિમેન્શિયા’માં પરિવર્તિત થઈ શકે છે, જે કામમાં ધ્યાન ભંગ, ઊંઘની ઉણપ અને યાદશક્તિ સંબંધિત ક્ષતિઓ સુધી દોરી જઈ શકે છે.












