
BHIM એપમાં એક એવું ફીચર પણ છે, જેનાથી યુઝર્સ 5,000 સુધીનું UPI પેમેન્ટ PIN નાખ્યાં વગર પણ કરી શકે છે. ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રેકગ્નિશન દ્વારા પેમેન્ટ કરવું સરળ અને ઝડપી બને છે. આ સુવિધા ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક છે, જેઓ PIN ભૂલી જવાની અથવા ખોટો IN નાખવાની સમસ્યાનો સામનો કરે છે.

ડિજિટલ પેમેન્ટને વધુ સરળ બનાવવા માટે સરકારી એપ BHIM (Bharat Interface for Money)માં ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રેકગ્નિશન દ્વારા પેમેન્ટ કરવાનું ફીચર પણ છે. આ એપ UPI દ્વારા બેંકથી બેંકમાં તરત જ પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે.

આમાં તમે મોબાઈલ નંબર અથવા UPI ID દ્વારા સરળતાથી પૈસા મોકલી અને મંગાવી શકો છો. UPI એક ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે, જે તમને તરત જ પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. તે NEFT અથવા RTGS જેવું જ છે, પરંતુ વધુ ઝડપી અને સરળ છે.

UPI દ્વારા તમે કોઈને પણ, ગમે ત્યારે પૈસા મોકલી શકો છો. ભીમ એપમાં યુઝર્સ 5,000 સુધીનું UPI પેમેન્ટ PIN નાખ્યાં વગર પણ કરી શકે છે. આ માટે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રેકગ્નિશનનો ઉપયોગ કરવામાં આવે છે.

આ સુવિધા NPCI BHIM સર્વિસીસ લિમિટેડ (NBSL) તરફથી શરૂ કરવામાં આવી છે. આ ફીચર ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે, જેઓ ઘણીવાર UPI PIN ભૂલી જાય છે અથવા ખોટો PIN નાખવાને કારણે પેમેન્ટ ફેલ થઈ જાય છે.

BHIM એપનું આ ફીચર ડિજિટલ પેમેન્ટને વધુ ઝડપી, સરળ અને યુઝર-ફ્રેન્ડલી બનાવે છે. જોકે, યુઝર્સે ફોનને સુરક્ષિત રાખવો અને બાયોમેટ્રિક લોકનો સાચો ઉપયોગ કરવો જરૂરી રહેશે.

આ ફીચરમાં શું છે?
BHIM એપ પર યુઝર્સ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એટલે કે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ દ્વારા 5,000 સુધીનું પેમેન્ટ કરી શકે છે. નાની રકમ માટે PIN નાખવાની જરૂર હોતી નથી. UPI PIN 4 કે 6 અંકનો પાસવર્ડ હોય છે, જે તમે BHIM અથવા કોઈપણ UPI એપ પર સેટ કરો છો.

આ દરેક ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત બનાવવા માટે હોય છે. નવા ફીચરમાં નાની રકમ માટે PIN ની જગ્યાએ બાયોમેટ્રિકનો ઉપયોગ થઈ શકે છે. આ સુવિધા ઓનલાઈન પેમેન્ટ, QR કોડ સ્કેન કરીને ચૂકવણી કરવા અથવા મિત્રોને પૈસા મોકલવા જેવા રોજિંદા કાર્યોને વધુ સરળ બનાવે છે.

બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન શું છે?
બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન એક એવી ટેકનિક છે, જેમાં વ્યક્તિની ઓળખ તેના શરીર સાથે જોડાયેલા સંકેતો દ્વારા કરવામાં આવે છે, જેમ કે ફિંગરપ્રિન્ટ અથવા ચહેરો. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે પેમેન્ટ એ જ વ્યક્તિ કરી રહી છે.

કેવી રીતે ચાલુ કરવું આ ફીચર?
જો તમે BHIM એપમાં આ સુવિધાનો ઉપયોગ કરવા માંગતા હોવ, તો આ સ્ટેપ્સ અનુસરોઃ

- સૌથી પહેલા BHIM એપ ખોલો.
- પ્રોફાઇલ સેક્શનમાં જાઓ.
- તમાં બેંક એકાઉન્ટ પસંદ કરો.
- બાયોમેટ્રિક ટ્રાન્ઝેક્શનને એક્ટિવેટ કરો.
- Enable Now પર ક્લિક કરો.
- હવે PIN નાખો.
- બાયોમેટ્રિક રજીસ્ટર કરો.
- હવે તમે 5,000 સુધીનું પેમેન્ટ ફિંગરપ્રિન્ટ અથવા ફેસથી કરી શકશો.





