
મોરબીના રવાપર ગામે મહિલાઓએ વિરોધ કર્યો છે, મહિલાઓએ થાળી વગાડી કર્યો ચક્કાજામ કેમકે, પ્રાથમિક સુવિધાના અભાવને લઇ વિરોધ કરી ધારાસભ્યને આપી ચીમકી આપી છે, સ્થાનિકોનું કહેવું છે કે, સમસ્યા હલ કરો તો જ રોડ છોડીશું નહીતર આંદોલન કરીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે,જડેશ્વરથી વાંકાનેર જતા રોડ પર કર્યો ચક્કાજામ.

થાળી વગાડી રોડ ચકાજામ કર્યો
મોરબીના રવાપર ગામે મહિલાઓએ થાળી વગાડી રોડ ચક્કાજામ કર્યો છે, રોડ અને પ્રાથમિક સુવિધાને લઈ રોડ ચક્કાજામ કરવામાં આવ્યો છે, રવાપર ગામની રામ સેતુ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી રોડ ચક્કાજામ કર્યો છે, મહિલાઓનું કહેવું છે કે, ધારાસભ્ય દુર્લભજી દેથરિયા સ્થળ પર આવી પ્રશ્ન હલ કરે તો રોડ ખાલી કરવામાં આવશે.



























