
રાષ્ટ્રીય કક્ષાની મદદનીશ પ્રાધ્યાપક બનવા સાથે સંશોધન ક્ષેત્રમાં (પીએચ.ડી.) આગળ વધવા માટે અતિ મહત્વની એવી NET પરીક્ષામાં રવાપર ગામના દીકરી ધારા રવજીભાઈ બારમેડા (માતા -જશોદાબેન) કોમર્સ વિષયમાં પીએચ.ડી. કરવા માટેની પરીક્ષામાં ત્રીજી વાર સફળતા મેળવેલ છે.

અગાઉ તેઓ શિક્ષણશાસ્ત્ર વિષય સાથે નેટની પરીક્ષામાં બે વખત સફળતા મેળવી ચુકેલ છે અને રાજ્ય કક્ષાની જીસેટ પરીક્ષા શિક્ષણશાસ્ત્ર અને કોમર્સ વિષયમાં ક્વોલિફાઇડ છે. ધારાબેન હાલમાં કચ્છ યુનિવર્સિટી ભુજ ખાતેથી શિક્ષણશાસ્ત્ર વિષયમાં પીએચડી કરી રહ્યા છે અને પોરબંદર જિલ્લાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક તરીકે સેવા આપી રહ્યા છે.





























