HomeAllરવિવારે મોરબી રામાનંદી સમાજના પરિવારજનો માટે રાસ ગરબાનું આયોજન

રવિવારે મોરબી રામાનંદી સમાજના પરિવારજનો માટે રાસ ગરબાનું આયોજન

રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા પ્રિન્સ, પ્રિન્સેસને સન્માનિત કરાશે

મોરબીમાં શ્રી રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા રામાનંદી જ્ઞાતિના મોરબી આસપાસના વિસ્તારોમાં રહેતા પરિવારજનો માટે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ આગામી તા.21 ને રવિવાર રાત્રે 9 થી 11 ઓમ શાંતિ ઇંગ્લિશ મિડીયમ સ્કુલ ગ્રાઉન્ડ, મોરબી-રાજકોટ હાઇ-વે, શકત શાનાળા, મોરબી ખાતે યોજાશે.

વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, આ માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. અને દરેક માટે એન્ટ્રી ફ્રી રાખવામા આવેલ છે અને પ્રતિયોગીતામાં ભાગ લેનાર ખેલૈયાઓને વિવિધ કેટેગરીમાં પ્રિન્સ, પ્રિન્સેસ સહિતના અનેક પુરસ્કારો આપી સન્માનિત કરવામાં આવશે.

આ ઉપરાંત અનેક સરપ્રાઇઝ ઈનામો પણ રાખવામા આવેલ છે જેથી સમાજના લોકોએ આ તકે સહપરિવાર હાજર રહેવા માટે મોરબી રામાનંદી મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટના પ્રમુખ અરુણાબેન મુકેશભાઇ રામાવત (75675 14127)એ જ્ઞાતીજનને જાહેર આમંત્રણ પાઠવેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!