HomeAllસાઈબર ઠગથી સુરક્ષિત રહેવા સરકારી એજન્સીએ જણાવ્યા 6 ઉપાય

સાઈબર ઠગથી સુરક્ષિત રહેવા સરકારી એજન્સીએ જણાવ્યા 6 ઉપાય

સાઈબર ઠગીના તમે ઘણા કિસ્સાઓ વિશે સાંભળ્યું હશે અને વાંચ્યુ હશે. હવે સામાન્ય લોકોને સાઈબર ઠગોથી બચાવવા માટે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરનારી એજન્સી  I4Cએ સુરક્ષાના ઉપાય જણાવ્યા છે. I4C એજન્સીએ સાઈબર ઠગોની 6 મોટી મેથડ વિશે જણાવ્યું છે, જેની મદદથી તેઓ વધુને વધુ લોકોને શિકાર બનાવે છે. આ સાથે જ તેનાથી કેવી રીતે બચી શકાય તેના માટે સેફ્ટી ટિપ્સ પણ આપી છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

ડિજિટલ અરેસ્ટ

સાઈબર ઠગ પોતાની ઓળખ પોલીસ ઓફિસર તરીકે આપે છે. ત્યારબાદ તેઓ લોકોને ડિજિટલ અરેસ્ટ ધમકી આપે છે અને પછી તેમની સાથે પૈસાની છેતરપિંડી કરે છે. પોતાને બચાવવા માટે આવા કોલ્સ તાત્કાલિક ડિસ્કનેક્ટ કરી દેવા.

ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ

સાઈબર ઠગ ફેક હાઈ રિટર્નની લાલચ અથવા તો થોડા જ દિવસોમાં રકમ ડબલ કરવાની લાલચ આપે છે. તેના માટે તેઓ ફેક વેબસાઈટ અને એપ્સ પણ તૈયાર કરે છે. તેનાથી સુરક્ષિત રહેવા માટે હંમેશા SEBIથી વેરિફાઈડ પ્લેટફોર્મનો જ ઉપયોગ કરવો.

પાર્ટ ટાઈમ જોબ સ્કેમ

પાર્ટ ટાઈમ જોબના નામે અનેક સ્કેમ કરવામાં આવે છે, જ્યાં લોકોને સરળ કામ કરવા બદલ 100 રૂપિયા ક્લિક આપવામાં આવે છે. સુરક્ષિત રહેવા માટે ઝડપથી અમીર બનવાની જાહેરાતોથી દૂર રહો.

તાત્કાલિક લોન

સાઈબર સ્કેમર્સ ફેક એપ્સ અને પોર્ટલ તૈયાર કરીને તાત્કાલિક લોન આપવાનો વાયદો કરે છે અને પછી બેંક વિગતો સહિત તમારી મહત્વપૂર્ણ વિગતો ચોરી લે છે. હંમેશા એવી લોન એપ્સ ઈન્સ્ટોલ કરો જે RBI/NBFC દ્વારા વેરિફાઈડ હોય.

અજાણી એપ્સ-લિંક્સથી સાવધાન

સાઈબર સ્કેમર્સથી બચવા માટે એ જરૂરી છે કે, અજાણ્યા નંબરો પરથી આવતી લિંક્સ અને એપ્સ ઈન્સ્ટોલ કરવાનું ટાળવું. ઘણીવાર ઠગ એપ્સ એને ફેક લિંક્સનો ઉપયોગ કરીને OTP અને બેંક વિગતો વગેરેનું એક્સેસ લઈ લે છે.

OTP ચોરથી બચવું

બેંકિંગથી લઈને સોશિયલ મીડિયા સુધી સેંધમારી કરવા માટે હેકર્સ અને ઠગ OTP વગેરેને એક્સેસ કરવાનો પ્રયાસ કરે છે. તેના માટે તેઓ અલગ-અલગ ટ્રિક્સ અપનાવે છે. તેઓ બેંક ખાતામાં સેંધમારી કરશે.

કૂપન વગેરેના ચક્કરમાં ન પડવું

સાઈબર સ્કેમર્સથી દૂરી બનાવવા માટે જરૂરી છે કે, હંમેશા અજાણ્યા સોર્સથી આવતી લિંક, કૂપન વગેરે પર ધ્યાન ન આપવું. આ સાઈબર સ્કેમર્સની ચાલ હોય શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!