HomeAllસાળંગપુર ધામમાં કષ્ટભંજનદેવ દાદાના જન્મ વધામણા : લાખો ભકતો ઉમટયા

સાળંગપુર ધામમાં કષ્ટભંજનદેવ દાદાના જન્મ વધામણા : લાખો ભકતો ઉમટયા

1008 કિલો પુષ્પોના અભિષેક – પુષ્પવર્ષા સાથે કરવામાં આવ્યું શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન : શોભાયાત્રા યોજાઇ, ભવ્ય આતશબાજી, કિંગ ઓફ સાળંગપુરની સમુહ આરતી, 108 ધજા, મારૂતિ યજ્ઞ સહિતના કાર્યક્રમોમાં ભક્તોની ઉપસ્થિતિ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા શ્રી વડતાલધામ ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા

તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી શ્રી હનુમાન જયંતી કૃતજ્ઞતાનો મહામહોત્સવ અંતર્ગત મંગળા-શણગાર આરતી, લોકડાયરો, ભવ્ય રાજોપચાર, પુષ્પવર્ષા, કિંગ ઓફ સાળંગપુરની સમૂહ આરતી અને આતશબાજી, દાદાને દિવ્ય અન્નકૂટ, મારા દાદાને 108 ધજા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞ, હનુમાન જન્મોત્સવ(બર્થ ડે સેલિબે્રશન) વગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

દાદાને ઓર્કિડ-ગુલાબ-સેવંતીના ફૂલો દ્વારા વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા સાથે સવારે 08ઃ00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, 1008 કિલો પુષ્પોથી અભિષેક-પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય આરતીપ.પૂ.શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

હનુમાનજી મહારાજની સામે શાસ્ત્રીય સંગીત સહીત વિવિધ સંગીતનાં સાધનો વડે સંગીત રજૂ કરીને હનુમાનજી મહારાજને પ્રસન્ન કરે છે. વિવિધ વસ્ત્રો, આભૂષણો, સ્વાદિષ્ટ નૈવેદ્ય અને મંગલ નિરાજન પણ હનુમાનજી મહારાજને સમર્પિત છે.1008 કિલોથી વધુ ગુલાબની પાંખડીઓ સાથે શ્રી હનુમાનજી મહારાજના ફૂલની વર્ષા કરવામાં આવી હતી.

સાંજના સમયે `કિંગ ઓફ સાળંગપુર’ની 54 ફૂટની પ્રતિમા સમક્ષ ભવ્ય સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ એકસાથે આરતી ઉતારી વાતાવરણને દિવ્ય બનાવી દીધું હતું.

રાત્રિના સમયે આકાશમાં અત્યાધુનિક અને રંગબેરંગી આતશબાજી કરવામાં આવી હતી. સતત ચાલેલી આ ભવ્ય આતશબાજીએ ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓના દિલ જીતી લીધા હતા અને આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બની હતી. રાત્રિના સમયે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે હનુમાન જયંતી નિમિત્તે `હનુમાન જન્મોત્સવ’ની ભવ્ય ઉજવણી થઇ રહી છે જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડયા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments