
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હમ ફીટ તો, ઇન્ડિયા ફીટ આહ્વાન થી દેશના દરેક લોકસભા વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવ – 2025 અંતર્ગત 21 સપ્ટેમ્બર થી 25 ડિસેમ્બર સુધી વિવિધ સ્પર્ધાઓનો આયોજન કરવા આહ્વાન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કચ્છ લોકસભા વિસ્તારના સૌ રમતવીરોને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને નિખારવા હેતુ આ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત 21 સપ્ટેમ્બરથી કચ્છ જીલ્લાના વિવિધ સ્થળો પર જુદી-જુદી સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું હતું.

સાંસદ વિનોદભાઇએ જણાવ્યું હતું કે, સાંસદ ખેલ મહોત્સવ – ખેલાડીઓના કૌશલ્યને નિખારવા માટેનું એક ઉત્તમ મંચ છે. જેના માધ્યમથી અનેક ખેલાડીઓએ બમણા ઉત્સાહથી ભાગ લઈને તેમની જીતના લક્ષ્યને સાકાર કરવા માટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

તેમજ આ ખેલ મહોત્સવથી સ્થાનિક સ્તરે યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવાનો અનેરો અવસર પણ મળ્યો છે.ફિટ યુવા-વિકસિત ભારત તરફનું એક સશક્ત પગલું છે. જેથી કચ્છ લોકસભા વિસ્તારમાં 31 થી વધુ સ્પર્ધાઓનો આયોજન કરવામાં આવ્યું હતું જે સ્પર્ધાઓમાં કુલ 5000 થી વધુ ખેલાડીઓએ ભાગ લઇ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.

સાંસદ સાથે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, સર્વ નરેન્દ્ર પ્રજાપતિ, હિતેશભાઈ ખંડોલ, દિનેશભાઇ ઠક્કર, વાલજીભાઇ આહીર, પારૂલબેન કારા, મિતભાઈ ઠક્કર, દાદુભા ચૌહાણ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે વિજેતાઓ તેમજ સ્પર્ધકોને શિલ્ક અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.













