સાર્થક વિદ્યામંદિરમાં દસમો તુલસી દિવસ ઉજવાશે, 25 ડિસેમ્બરે વિશેષ કાર્યક્રમોનું આયોજન

મોરબી, 25 ડિસેમ્બર: સાર્થક વિદ્યામંદિર, મોરબી-2 ખાતે આગામી 25 ડિસેમ્બરે દસમો તુલસી દિવસ ઉત્સાહભેર ઉજવાશે. છેલ્લા નવ વર્ષથી યોજાતો આ કાર્યક્રમ સમાજમાં ઉત્તમ પ્રતિસાદ મેળવી રહ્યો છે.

આ વર્ષે તુલસી દિવસ અંતર્ગત તુલસીના રોપા અને માંજરનું વિતરણ, મહાયજ્ઞ, સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન, ઓર્ગેનિક–આયુર્વેદિક વસ્તુઓનું રાહત દરે વેચાણ, માહિતીપ્રદ પ્રદર્શની, વિદ્યાર્થીઓની 5 તથા શિક્ષકોની 3 કૃતિઓનું રજૂઆત અને તુલસીના વૈજ્ઞાનિક મહત્વ અંગે માર્ગદર્શન સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.

કાર્યક્રમ સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી સાર્થક વિદ્યામંદિર–મોરબીમાં યોજાશે. વાલીઓ, વિદ્યાર્થીઓ અને જનતા સૌને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સૂચના: શાળાની તરફ આવતા રસ્તે કામ ચાલી રહ્યું હોવાથી મુલાકાતીઓએ પોસ્ટ ઓફિસ ફાટક તરફથી ડીમાર્ટ માર્ગેથી આવવાનું રહેશે. વાહન પાર્કિંગ માટે એલઈ કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડનો ઉપયોગ કરવાની વિનંતી.

error: Content is protected !!