HomeAllસાઉદીએ ઓઇલની પાઇપ લાઇન રિપેર કરી ફરીથી શરૂ કરી દીધી

સાઉદીએ ઓઇલની પાઇપ લાઇન રિપેર કરી ફરીથી શરૂ કરી દીધી

ઈરાને શાંતિ મંત્રણાની નિષ્ફળતાનો દોષનો ટોપલો અમેરિકા પર નાંખ્યો હતો. ઈરાને કહ્યું, અમેરિકા યુદ્ધમાં જે હાંસલ ના કરી શક્યું તે ટેબલ પર મેળવવા માગતું હતું. ઈરાને અમેરિકાને દુષ્ટ અને નીચ પણ ગણાવ્યું હતું. ઈરાનની સંસદના અધ્યક્ષ ગાલિબાફે કહ્યું કે, અમેરિકા વિશ્વાસ લાયક નથી.

તેમની ટીમે અનેક સકારાત્મક પ્રસ્તાવ રજૂ કર્યા, પરંતુ અમેરિકા તેમનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ ગયા. ઈસ્લામાબાદમાં શાંતિ વાર્તા નિષ્ફળ જતા હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તિવ્ર ઊછાળાની આશંકા છે. જોકે, હાલ રાહતની વાત એ છે કે શાંતિ મંત્રણા પડી ભાંગ્યા પછી પણ બંને દેશોએ એકબીજા પર હુમલા શરૂૂ કર્યા નથી.

અમેરિકા અને ઈઝરાયેલે 28 ફેબુ્રઆરીએ તહેરાનમાં એક સાથે હુમલા કરી મધ્ય-પૂર્વમાં યુદ્ધ શરૂૂ કર્યું હતું. 40 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ઈઝરાયેલને 11 અબજ ડોલરનો ખર્ચ થયો છે તેમ ઈઝરાયેલના નાણામંત્રાલયે સંસદને જણાવ્યું હતું. મંત્રાલયે બજેટ ખર્ચમાં 35 અબજ શેકેલ (11.52 અબજ ડોલર)નો ઉલ્લેખ કર્યો છે, જેમાંથી 22 અબજ શેકેલ સંરક્ષણ પાછળ ખર્ચાશે. આ રકમ પહેલાથી જ 2026ના બજેટમાં ઉમેરવામાં આવી છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે કહ્યું કે, નાટો હોર્મુઝની ખાડીમાંથી માઈન્સ હટાવવામાં મદદ કરવાની દરખાસ્ત કરી છે. પહેલા અમે નાટોના વલણથી ખૂબ જ નિરાશ હતા, પરંતુ હવે તેઓ સાથે આવવા માગે છે અને હોર્મુઝ મામલે મદદ કરવા માગે છે. અમેરિકા માઈનસ્વીપર લાવી રહ્યું છે અને નાટોનું સભ્ય બ્રિટન પણ માઈનસ્વીપર મોકલી રહ્યું છે. અન્ય દેશો પણ તેમના માઈનસ્વીપર મોકલવા તૈયાર થયા હોવાનું મને જાણવા મળ્યું છે.

રિયાધ: મધ્ય-પૂર્વમાં હોર્મુઝની ખાડીમાં ઈરાન અને અમેરિકાની નાકાબંધીથી દુનિયામાં ક્રૂડ ઓઈલની કટોકટીનું સંકટ સર્જાયું છે. ત્યારે સાઉદી અરબે પૂર્વ-પશ્ચિમ પાઈપલાઈન મારફત સંપૂર્ણ ઓઈલ પમ્પિંગ ક્ષમતા ફરીથી શરૂૂ કરી દીધી છે. ઈરાનના હુમલાથી આ પાઈપલાઈન પર અસર થઈ હતી. આ પાઈપલાઈન મારફત દરરોજ લગભગ 70 લાખ બેરલ ઓઈલ ટ્રાન્સફર કરાય છે. આ પાઈપલાઈન પછી હવે સાઉદીથી ઓઈલ ખરીદનારા દેશોને લાભ થશે અને હોર્મુઝની ખાડી પરની નિર્ભરતા ઓછી થશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments